આજકાલ, વાળ નાની ઉંમરે જ સફેદ થવા માંડે છે. કારણ કે આજની આહારશૈલી આ સમસ્યાનું સૌથી મોટું કારણ છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે એવી પણ રીતો છે કે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ વધુ સારી રીતે તેમના સફેદ વાળ કાળા કરી શકે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે….
કાચા પપૈયાની પેસ્ટ – પહેલા તમે કાચા પપૈયા લો અને તેને ગ્રાઇન્ડ કરો. તેને દસથી પંદર મિનિટ સુધી વાળમાં રહેવા દો, તે પછી તેને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં ફક્ત બે કે ત્રણ વાર આ કરો. આ કરવાથી તમારા વાળ ખરતા પણ અટકે છે અને સફેદ વાળ પણ કાળા થઈ જશે.
આમળાની પેસ્ટ – આ ઉપરાંત આમલા, આરીઠા અને મહેંદીને મિક્સ કરીને વાળ પર લગાવો. એક કલાક પછી વાળને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે-ત્રણ દિવસ આ કરવાથી તમારા સફેદ વાળ કાળા થઈ જશે.
ડુંગળીનો રસ – ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી સફેદ વાળ પણ કાળા થઈ જાય છે. આનો ઉપયોગ કરવાથી વાળની સફેદી ઓછી થશે, એટલું જ નહીં પણ વાળ ચમકદાર પણ બનશે.
કાળા મરી – સફેદ વાળથી છુટકારો મેળવવા માટે કાળા મરીને પાણીમાં ઉકાળો અને ન્હાતી વખતે તેને નાહાવાના પાણીમાં મિક્સ કરો. થોડા દિવસો પછી તેની અસર બતાવવાનું શરૂ થશે. દિવસે દિવસે સફેદ વાળ કાળા થતા દેખાશે.