
ચાલુ વર્ષ દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારેથી લઈને અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કેટલાય ખેડૂતોના ખેતરમાં પાણી ઘુસી વળતા તૈયાર ઉભા થયેલ પાકને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેને લીધે ખેડૂતોને નુકસાની વેઠવાનો તથા રોવાનો વારો આવ્યો હતો. આવા સમયમાં રાહતનાં સમાચાર સામે આવ્યા છે.
અતિવૃષ્ટિથી થયેલ નુકશાનને લઈ રાહત પેકેજની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત સરકાર 4 જિલ્લાઓ માટે પાક નુકશાનીની સહાય ચુકવશે એવી અગત્યની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે મળી રહેલ જાણકારી પ્રમાણે ગુજરાતના 4 જિલ્લાઓમાં સરકાર દ્વારા SDRF પ્રમાણે પાક નુકશાનીની રાહત ચુકવાશે. મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચુકવાશે.
અતિવૃષ્ટિથી થયેલ નુકશાન વિશે રાહત પેકેજની જાહેરાત:
4 જિલ્લાઓ માટે સરકાર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. HDRF પ્રમાણે સરકાર પાક નુકશાનીની રાહત ચુકવશે. આની અંતે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે. જામનગરના 320 ગામ તેમજ રાજકોટના 156 ગામોમાં સહાય ચૂકવાશે.
જયારે 33%થી વધારે નુકશાની થઈ હોય તો હેક્ટર દીઠ 13,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. સાથોસાથ જ ખેડૂતોએ 25 ઓક્ટોબરથી લઈને 20 નવેમ્બર દરમ્યાન સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. જામનગરના 320 ગામ તેમજ રાજકોટના 156 ગામોમાં સહાય ચુકવવામાં આવશે.
આમ, સરકાર દ્વારા પાક નુકશાનીને લઈ ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હજુ ગઈકાલે જ કયા ખાતરની સબસીડીમાં સરકાર દ્વારા કેટલો વધારો કરાયો તેની પણ જાણ મનસુખ માંડવીયાએ કરી હતી. સરકારની જાહેરાત બાદ ખેડૂતોને પહેલાના ભાવે જ હવે ખાતર મળી રહેશે એવું જણાવ્યું હતું.
ભાવ વધારો થતાં સામે સબસિડીમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને તો યુરિયા તથા ડીએપી ખાતરનો ખેડૂતો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. ખાતરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. બાદમાં સમગ્ર ભારતમાં પણ ખાતર કંપનીઑએ ભાવ વધારો ઝીકયો હતો. હવે સરકાર દ્વારા સબસિડીમાં વધારો કરીને ખાતર કંપનીઓને ભાવ વધારો પરત ખેચવા સૂચના આપી દેવાઈ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…