શનિવારે મુખ્યમંત્રી પોતાના કાફલા સાથે અમદાવાદ-રાજકોટ માર્ગના નવિનીકરણનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. દરમિયાન બગોદરા પાસેની એક કાઠિયાવાડી હોટલમાં અચાનક કાફલો ઉભો રહી ગયો હતો અને મુખ્યમંત્રી હોટલમાં પહોંચી ગયા હતા અને ખાટલા ઉપર બેસીને ચાની ચૂસ્કી લીધી હતી. જ્યાં આજરોજ ધોળકાથી બગોદરા હાઈવેપર ઈકો કારનો ગમખ્વાર અકસ્માત થતાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હોવાની જાણકારી મળી રહી છે.
અકસ્માતની ઘટના બનતાની સાથે જ 108ને જાણ કરવામાં અવી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે ધોળકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગેની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર, ઈકો ગાડીમાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.
View this post on Instagram
ઠાકોર પરિવારના દરેક સભ્યો બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી પાસે વહેલી સવારના અરસામાં ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે જોરદાર રીત્તે ટકરાઈ હતી, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ કુલ પાંચ લોકોનાં મોત થતા ચકચાર મચી જવા પામી હતી. ઠાકોર પરિવાર મૂળ ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી છે.
અકસ્માતની ઘટના અંગેની જાણ કરવામાં આવતા 108 ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તો પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…