બંધ ઘરમાંથી એક સાથે ચાર લોકોના લટકતા મૃતદેહ મળી આવતા મચ્યો હડકંપ, નવ મહિનાની બાળકીએ ભૂખથી તોડ્યો દમ

183
Published on: 3:34 pm, Sat, 18 September 21

કર્ણાટકના બેંગલુરુથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક જ પરિવારના 5 સભ્યોના મૃતદેહ મળી આવવાના કારણે અહીં એક ઘરમાં હલચલ મચી ગઈ છે. મૃતકોમાં 9 મહિનાની બાળકી પણ છે. ઘટનાનો ખુલાસો થયા બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે.

પરિવારના 4 લોકો લટકતા જોવા મળ્યા:
તમને જણાવી દઈએ કે, આ ભયાનક ઘટના બેંગલુરુના બાયદરહલ્લીમાં બની હતી. ઘરમાં પરિવારના 4 સભ્યો ફાંસી પર લટકતા જોવા મળ્યા હતા, જ્યારે 9 વર્ષની બાળકીનો મૃતદેહ પલંગ પર પડેલો જોવા મળ્યો હતો. જોકે, આ સમય દરમિયાન ઘરમાં એક અઢી વર્ષની બાળકી જીવતી મળી આવી હતી, જેને પોલીસે બચાવી લીધી હતી.

પોસ્ટમોર્ટમ માટે મૃતદેહો મોકલવામાં આવ્યા:
પોલીસ અધિકારીએ કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો કેસ હોવાનું જણાય છે. અત્યારે અમે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. પોલીસની ટીમ હત્યા થઇ હોય તે રીતે પણ તપાસ કરી રહી છે.

તપાસમાં આ બાબત બહાર આવી છે
નોંધનીય છે કે, આ મામલો શુક્રવારે પ્રકાશમાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકો 4 દિવસ પહેલા મૃત્યુ પામ્યા હતા. મૃતકોની ઓળખ 51 વર્ષીય ભારતી, 34 વર્ષીય સિંચના, 31 વર્ષની સિંધુરાની, 25 વર્ષની મધુસાગર અને સિંધુરાનીની 9 મહિનાની પુત્રી તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યું કે, જ્યારે ઘરના વડા શંકર તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ઘરના 5 લોકો મૃત્યુ પામ્યા હતા. શંકાસ્પદ લાગતા ઘરના લોકો છેલ્લા ઘણા દિવસોથી તેનો ફોન ઉપાડતા ન હતા. જે બાદ તે પોતાના ઘરે પહોંચ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…