વડોદરાના વસઈ ગામે તબેલામાં ભભૂકી ઉઠી વિકરાળ આગ, 2000 ગાંસડીઓ સહીત 5 ગૌ માતા બળીને રાખ

219
Published on: 12:03 pm, Fri, 3 June 22

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વસઈ ગામમાં એક પશુઓના તબેલામાં આગ લાગતા બે વાછરડા સહિત પાંચ ગાયોના મોત થયા હતા. જ્યારે 17 ગાયોને બચાવી લેવામાં આવી હતી. આ ઉપરાંત તબેલામાં રાખેલ ઘાસની 2000 જેટલી ગાંસડીઓ બળીને રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ ડભોઇ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

ડભોઈ તાલુકાના વસઈ ગામની સીમમાં કોઈ કારણોસર પશુપાલક તુલસીદાસ પ્રભુદાસ પટેલના તબેલામાં રાખેલ ઘાસની 2000 ગાંસડીમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું જયારે તબેલામાં 30 જેટલી ગાયો હતી. આગ ચારે બાજુથી ફેલાઈ ગઈ અને બે વાછરડા સહિત પાંચ ગાયોને ચપેટમાં લીધી હતી. જ્યારે 17 ગાયોને બચાવી લેવામાં આવી હતી.

આ અંગે વસઇ ગામના મુકુંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ બનાવની જાણ ડભોઇ નગરપાલિકા ફાયર ટીમને કરવામાં આવતા લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટનાની જાણ પશુ ચિકિત્સાલાયમાં તબીબોને કરતા પશુ ચિકિત્સાલાયના તબીબોની ટીમ પણ ટૂંક જ સમયમાં ઘટનાસ્થળે દોડી આવી હતી.

જાણવા મળ્યું છે કે, આ બનાવમાં પશુપાલકને મોટું નુકસાન થયું હતું. ડભોઇ ફાયર બ્રિગેડના જવાન મુન્નાભાઈ દેસાઇએ આ અંગે જણાવ્યું હતું કે, વસઇ ગામની સીમમાં આવેલા તબેલામાં આગ લાગી હોવાની જાણ થતાં અમે સ્થળ પર પહોંચી ગયા હતા અને ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…