વૈષ્ણો દેવીથી પરત ફરતી બસમાં ભભૂકી ઉઠી આગ: 4 શ્રદ્ધાળુઓ જીવતા ભડથું થયા અને 22…

93
Published on: 12:17 pm, Sat, 14 May 22

હાલમાં જમ્મુ-કાશ્મીરના કટરાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં જમ્મુ જતી બસમાં આગ લાગવાથી 4 મુસાફરોના મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ બસમાં સવાર મોટાભાગના મુસાફરો માતા વૈષ્ણો દેવીના દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓનું એમ પણ કહેવું છે કે, બસમાં આગ લાગતી વખતે વિસ્ફોટ થયો હતો. જોકે, કટરા પોલીસ દ્વારા આવી શક્યતાઓને નકારી કાઢવામાં આવી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે બસમાં આગ લાગતાની સાથે જ અકસ્માત સ્થળની આસપાસના લોકોએ બસમાંથી શ્રદ્ધાળુઓને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે ઘાયલ લોકોને કટરા અને જમ્મુની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

જમ્મુ ડિવિઝનના અધિક પોલીસ મહાનિર્દેશક (ADG) મુકેશ સિંહે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ દરમિયાન આ ઘટનામાં કોઈ વિસ્ફોટકનો સંકેત મળ્યો નથી. જોકે, ફોરેન્સિક ટીમ હાલ આગનું કારણ શોધી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…