
આપને બધાએ લગ્નમાં ડાન્સ,મસ્તી અને પછી ભવ્ય જમણવારની કહાની સાંભળી જ છે,પરંતુ આવા લગ્નની કહાની વાયરલ થઈ રહી છે,જેમાં મહેમાનોને જમણવાર પછી વાસણો ધોવા પડયા.આ ઘટના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા,આ લગ્નમાં હાજરી આપનાર એક મહેમાનએ જણાવ્યું કે તે દિવસે એવું તો શું થયું,કે જમણવાર પછી,બધા મહેમાનો વાસણ ધોતા દેખાયા.
એક યુઝરે ઇંગ્લેન્ડમાં લગ્નની ઘટના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું કે તેમને ખૂબ જ મોંઘા અને વૈભવી લગ્ન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું,પરંતુ ત્યાં તેમને જે કંઈ પણ થયું તે ખૂબ જ હેરાની કરે તેવું હતું.આ મહિલા યુઝરે પોસ્ટમાં લખ્યું છે કે આ સમારોહમાંનો ખોરાક ખૂબ જ સ્વાદિષ્ટ હતો,પરંતુ તે ઓછો હતો.ઘણા મહેમાનો ભૂખ્યા ઘરે પાછા ગયા હતા.
વેબસાઇટના રિપોર્ટ મુજબ,મહિલાએ જણાવ્યું હતું કે હકીકતમાં કન્યા અને વરરાજાએ આ લગ્નમાં વાસણો ધોનારાઓને બોલાવ્યા જ નહોતા.આ બધુ એ માટે કરવામાં આવ્યું હતું જેથી લગ્નનો ખર્ચ બચાવી શકાય.તેણીએ લખ્યું છે કે “કન્યા અને વરરાજાએ તેમના લગ્નના મોટાભાગના નાણાં સ્થળ અને કન્યાના સુંદર ગાઉન પર ખર્ચ કર્યા,તેથી તેઓ પાસે પૈસા બચ્યા નહી જેથી તેઓ એ મહેમાનો પાસેજ વાસણ ધોવાનું નક્કી કર્યું હતું.
તેણે કહ્યું કે જ્યારે તે રસોડામાં પહોંચી ત્યારે ત્યાં વધારે પડતી ગરમી હતી અને ગંદા વાસણોનો ઢગલો થઈ ગયો હતો.તેમના જણાવ્યા અનુસાર લગ્નમાં ભોજન પીરસવા માટે વાસણો ભાડે લેવામાં આવે છે.અને જમણવાર પત્યાં બાદ તેમને ધોઈને પાછા આપવામાં આવે છે. જો આં રીતે ન કરે તો એડવાન્સ માં આપેલા પૈસા પાછા મળતા નથી.
તેણીએ કહ્યું કે તેણીએ જમ્યું હતું,પરંતુ તેના પતિને જમવાનું મળ્યું ન હતું,કેમ કે તે શૌચાલયમાં જવા માટે લાઇનમાં રાહ જોઈ રહ્યા હતા,તેથી તે મોડા પડ્યા હતા.પતિ પાછા આવ્યા ત્યારે જમવાનું પૂરું થઇ ગયું હતું.આ વિશે કન્યાની માતા એ કહ્યું કે કેટરર્સ ને વધુ ખોરાક બનાવવા માટે કહેવામાં આવે છે,પરંતુ તેમના ચહેરા પર એક વિચિત્ર અભિવ્યક્તિ દેખાય છે અને કહે છે કે વધુ ખોરાક જ નથી.