મુખ્યમંત્રીની સિક્યુરિટીમાં રહેલા જવાને કર્યો આપઘાત

Published on: 2:16 pm, Fri, 16 July 21

ભોપાલ માં મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોન્સ્ટેબલ અજયસિંહે પોતાને જ ગોળી મારી દીધી હતી. તેમની ફરજ મુખ્યમંત્રીના સંરક્ષણ હેઠળ હતી. ઘટના સમયે તે ઘરમાં એકલો હતો. સ્થળ પરથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. આ ઘટના મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે બની હતી. બુધવારે સવારે તેઓ મુખ્યમંત્રીની સુરક્ષા પર ન પહોંચ્યા ત્યારે તેમના સાથીદારો તેમના ઘરે ગયા હતા. ત્યાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

પોલીસે જાણકારી આપી કે બુધવારે સવારે અજયની સીએમ હાઉસ ડ્યુટી હતી. સવારે તે ફરજ પર ન પહોંચ્યો ત્યારે તેના વિશે પૂછપરછ શરૂ કરાઈ હતી.તેનો સાથી તેને જોવા મંગલવારા પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલા સ્ટેશન રોડ સંગમ ટોકીઝ પાસેના ઓરડામાં પહોંચ્યો હતો.

જ્યાં ઓરડો અંદરથી બંધ હતો. ત્યાર બાદ દરવાજાને દબાણ પૂર્વક ખોલવામાં આવ્યો ત્યારે અજયનો મૃતદેહ અંદર હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હમીદિયા હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસે વિદિશામાં રહેતા તેના પરિવારના સભ્યોને જાણ કરી દીધી છે.

લોકો માં અફવા ઉડી છે કે તેને મુખ્યમંત્રી ના લોકો એ માર્યો છે કે પછી મુખ્યમંત્રી ના વિરોધીઓ એ માર્યો છે. તે વાત હજુ સપસ્ટ થઈ નથી.તેના સાથી પાસે થી જાણવા મળ્યું છે કે તે ના પર લેણું થઈ ગયું હતું પણ હજી આવાત ની પણ સ્પસ્ટા થઈ નથી.