આ સજાની તસ્વીરો તાલીબાનની નહિ આપણી છે, પ્રેમી પંખીડાઓને ગામવાસીઓએ આપી ક્રૂર સજા

808
Published on: 12:57 pm, Thu, 7 April 22

કહેવાય છે કે પ્રેમ માણસના આંધળો થઈ જાય છે. અને પછી તેને સમજાવવા જતા લોકો કોઈ પણ હોય તે તેની વાત માનતો નથી. આવો જ એક કિસ્સો ઝારખંડમાં બન્યો છે. ઝારખંડના(Jharkhand) દુમકા(Dumka) જિલ્લા માં પ્રેમી પંખીડાઓને ગામવાસીઓએ આપત્તિજનક સ્થિતિમાં પકડ્યા હતા. ત્યારબાદ ગામવાળાઓ ભેગા થયા અને આ પ્રેમી પંખીડા ની જોડી ને પીટવા લાગી ગયા.

ગામના લોકો એટલો માર માર્યો કે યુવતી ની આંખો સૂજી ગઈ અને કપડા પણ ફાટી ગયા. આ મામલો શિકારીપાડા થાણા(Shikaripada Thana area) ક્ષેત્રનો છે. ત્યાં મોજૂદ લોકોએ આ ઘટના નો ફોટો લઈને વાઇરલ કરી દીધો છે. આ પ્રેમી અને પ્રેમિકા બંને ના લગ્ન થઈ ગયેલા છે. પ્રેમિકાને બે અને પ્રેમીને ત્રણ છોકરાઓ છે. ગામના લોકોનું કહેવું છે કે પ્રેમિકા નો પતિ જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે પાછળથી આ પ્રેમી તેના ઘરમાં ઘૂસી જાય છે.

આવું છેલ્લા ઘણા બધા દિવસોથી બની રહ્યું હતું. પરંતુ મોકો મળતા જ ગામ ના લોકો એ તે બંનેને રંગે હાથે પકડી લીધા અને ઢોર માર માર્યો. માર મારતા મારતા ગામના લોકોએ ઢોલ-નગારા સાથે પ્રેમી પંખીડાને આખા ગામમાં ફેરવ્યા. પોલીસને જાણકારી મળી એટલે તરત જ આ ગામમાં પહોંચી ગઈ અને પ્રેમી પંખીડાઓને ત્યાંથી છોડાવ્યા અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

ગામના લોકોએ નિર્ણય લીધો છે કે આ મામલા અંગે અમે પંચાયત બેસાડીને નિર્ણય લેશુ. બીજી તરફ પોલીસે કહી દીધું છે કે શિકાયત મળશે તો આરોપીઓને શક્તિ સજા દેવામાં આવશે આ મામલા અંગે જ્યારે ડીઆઈજી(DIG) ને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે મને આ મામલાની કાંઈ જ ખબર નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…