અમેરિકાના પશ્ચિમ વિસ્તારમાં 100 વર્ષમાં સૌથી વધુ તાપમાનનો પારો ચડ્યો

Published on: 5:35 pm, Tue, 6 July 21

અત્યારના સમયમાં અનેક દેશોમાં ગરમીને કારણે ઘણા બધા લોકોની મોત થાય છે.હાલ માં ભારત માં મિક્સ આબોહવા હોય છે. અહી આપણે પશ્ચિમ અમેરિકન વિસ્તારની ગરમી વિશે જાણીશું.

વોશિંગ્ટનના કાશ્મીર તરીકે અોળખાતા સિએટલનો તાપમાનનો પારો જૂનના અંતિમ સપ્તાહમાં 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જે છેલ્લા 100 વર્ષમાં અહીં સૌથી ઉચ્ચુ તાપમાન છે. અમેરિકાના પ્રશાંત ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં હાલ ના દિવસોમાં વીજળી અપાઈ રહી નથી. બંને જગ્યાએ લૂ અને ગરમી એટલી વધુ છે કે પાવર સપ્લાઈ કરવા પર આગ લાગવાની શકયતા પુરે પુરી છે. અહીં રહેતા બે લાખ લોકો વીજ કાપ નો સામનો કરી રહ્યા છે.

આ ગરમ લુ કયા સ્થળથી ફૂંકાઈ રહી છે ?
પહેલું સ્થળ એ અલાસ્કા માં સ્થિત અલેઉતિયન દ્વીપ સમુહમાંથી આવી રહી છે અને બીજું સ્થળ કેનેડાના જેમ્સ બે અને હડસન બેમાંથી આવી રહી છે. આ ગરમ હવા જ્યાંથી પસાર થાય ત્યાં ના લોકો પર જાણે અગ્નિ નો વરસાદ થયો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે.

કેટલી ઉમર ના વ્યક્તિઓ ને આ લું અસર કરીશકે છે ?
65 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ લું અસર કરીશકે છે.અહી 65 વર્ષથી વધુ ઉંમરના 22 થી 23 કરોડ લોકો હાલ ભયાનક પરિસ્થિતિ સામે લડી રહ્યાં છે. આ સ્થિતિમાં થી બચવાનો કોઇપણ રસ્તો પણ નથી. ઉપરાંત આગ લાગવા અને દુષ્કાળ પડવાનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. કેનેડા અને પશ્ચિમ અમેરિકાના વાતાવરણમાં 15 થી 17 જુલાઈ સુધીમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં તેવું કહેવામાં આવ્યું છે.