
લો-પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થાય ગયું છે. લો-પ્રેશર સિસ્ટમ ઓરિસ્સા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ પરથી ધીમે-ધીમે ગુજરાત તરફ આવશે. જોકે ગુજરાતનાં વાતાવરણમાં આજથી જ બદલાવ જોવા મળશે. આજે બપોર બાદ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટાં ચાલુ થઈ શકે છે. અને આવતીકાલે 7 તારીખે વરસાદના વિસ્તારોમાં વધારો થશે. 8-9 તારીખે સૌથી વધુ અસર જોવા મળશે.
દક્ષિણ ગુજરાત ના સુરત માં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ગઈ કાલની જેમ જ આજે બપોર પછી ગુજરાતના દરિયાકાંઠાના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. આમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. જોકે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં પણ સામાન્ય વરસાદ શરુ થઇ શકે છે.
લો-પ્રેશર સિસ્ટમ 7 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર રાજ્ય પર આવી જશે અને 7 તારીખથી ગુજરાતમાં વરસાદની વધારે આગાહી થશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રમાં મધ્યમથી 7 તારીખે હળવો વરસાદ જોવા મળશે. જોકે ભારે વરસાદની આગાહી અમુક મહારાષ્ટ્રની બોર્ડર વિસ્તારોમાં છે.
6-7 તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ સુરત, ભરૂચ, વલસાડ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડા, નર્મદા અને નવસારીમાં થોડી વધારે છે. જોકે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વધારે પડી શકે છે. સૌથી વધારે વરસાદનું જોર રાજ્યમાં 8-9 તારીખ દરમિયાન જોવા મળશે, હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર આઠ અને નવ તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…