રૂપાણી સરકારે શરુ કરી ‘મફત છત્રી યોજના’ – દરેક લોકોને મળવા પાત્ર, જલ્દી અહિયાં કરો આવેદન

Published on: 12:51 pm, Mon, 6 September 21

રૂપાણી સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ વર્ગોના વિકાસ માટે જુદી જુદી સરકારી યોજનાઓ શરુ કરવામાં આવે છે. સરકાર દ્વારા મહિલાલક્ષી યોજનાઓ, વિદ્યાર્થીલક્ષી યોજનાઓ, શિષ્યવૃત્તિની યોજનાઓ, ખેડૂતલક્ષી યોજનાઓ વગેરે જેવી અનેક યોજનાઓ શરુ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા કૃષિ અને સહકાર વિભાગ પણ ખેડૂતો, પશુપાલકો, બાગાયતી કે ફળોનું ઉત્પાદન કરતા વેચાણકારો વગેરે માટે પણ વિવિધ સરકારી યોજનાઓ ikhedut દ્વારા ઓનલાઈન પોર્ટલ પર ચલાવવામાં આવી રહી છે.

માહિતી મુજબ, બાગાયતી યોજનાઓમાં ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે નવી નવી પદ્ધિતીઓ બહાર પાડવામાં આવતી હોય છે. જેને ધ્યાને લઈને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને આધાર કાર્ડ દીઠ વિનામૂલ્યે છત્રી આપવાની યોજના શરુ કરવામાં આવી છે. Ikhedut Portal પર આ મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ફળો અને શાકભાજીનું વેચાણકારોને આ યોજનાનો લાભ મળશે. ફૂલપાકોનું વેચાણ કરતા હોય તેમને પણ મળશે. અરજદાર રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય એમને મળશે. આ યોજનાનો લાભ નાના લારીવાળા ફેરીયાઓને પણ મળશે. મફત છત્રી યોજનાનો લાભ જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે તેનું વેચાણ કરતા નાના વેચાણકારોને મળશે.

ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ:
1. આધારકાર્ડની નકલ
2. જમીનના 7/12 અને 8-અ ની નકલ
3. રેશનકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
5. દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
6. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારની સહી
7.વન અધિકાર પત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:
તા 06/06/2021 થી 15/09/2021 સુધીની છે.

આઈ પોર્ટલ યોજનાના અંતર્ગત લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. નાના વેચાણકારો ગ્રામ કક્ષાએથી VCE પાસેથી, તાલુકા કચેરીમાંથી, કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે અરજી કરવાની રહેશે. ઘરેથી પણ આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…