૪૦ પૈસામાં એક કિલોમીટર સુધી દોડતી આ ઇલેક્ટ્રિક કાર છે દુનિયામાં સસ્તામાં સસ્તી

194
Published on: 1:09 pm, Sun, 11 July 21

કોરોનાના કપરા સમયમાં પેટ્રોલ અને ડીઝલ ના ભાવ સતત વધી રહ્યા છે, જેને કારણે મધ્યમવર્ગના લોકો ખુબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હવે આ મધ્યમ વર્ગના લોકો ઇલેક્ટ્રિક વાહનો પર વધારે ધ્યાન આપી રહ્યા છે. હાલના જ દિવસો માં મુંબઈ સ્થિત સ્ટાર્ટ-અપ કંપની સ્ટ્રોમ મોટર્સે તેની એન્ટ્રી લેવલની ઇલેક્ટ્રિક કાર સ્ટ્રોમ આર 3 બુક કરવાનું શરૂ કરી દીધું હતું. તેને વિશ્વની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર માનવામાં આવી રહી છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી કંટાળેલા લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદી શકે તેટલી આ કાર સસ્તી છે. તેને થોડા દિવસ પહેલા ચાલુ કારેલા બુકિંગ ની રકમ 10,000 રૂપિયા રાખી છે. કંપનીના જણાવ્યા મુજબ આ વર્ષે આ ઇલેક્ટ્રિક કારની બુકિંગ પર તેની ડિલિવરી 2022 થી ચાલુ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે બુકિંગ શરૂ થયાના માત્ર 4 દિવસમાં જ કંપનીએ આ કારના લગભગ 166 યુનિટ બુક કરાવ્યા છે જેની કિંમત 7.5 કરોડ રૂપિયા છે.આ કાર થ્રી વ્હીલ અને ટુ ડોર ઇલેક્ટ્રિક કાર છે.આ કારને આગળના ભાગમાં બે પૈડાં અને પાછળના ભાગમાં એક પૈડું આપવામાં આવ્યું છે.આમાં રિવર્સ ટ્રાઇક રૂપરેખાંકનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ કાર મુંબઈ,બેંગ્લોર,કલકત્તા અને અમદાવાદ જેવા ગીચ શહેરો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે.

કારની બેટરી સંપૂર્ણ ચાર્જ થવા માટે 3 કલાકનો જેટલો સમય લે છે. કંપની નું કહેવું છે કે આ એન્ટ્રી-લેવલ કાર સંપૂર્ણ ચાર્જ પર 200 કિ.મી. સુધીની રેન્જ આપે છે.આ કાર ત્રણ અલગ અલગ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવશે.વેરિએન્ટના આધારે,તેને 120 કિમી,160 કિમી અને 200 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં આવશે.કંપનીનું કહેવું છે કે આ કાર શહેરની અંદર દરરોજ 10 થી 20 કિલોમીટરની મુસાફરી કરતા લોકોને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે.