જયારે સગાઇમાં ચાંદીના સિક્કાથી ભરેલી થાળી અને છ લાખ આપ્યા ત્યારે જમાઈએ જે કર્યું એ જોઇને બધાની આંખો પહોળી થઇ ગઈ

106
Published on: 10:53 am, Sun, 17 October 21

આપણા દેશમાં હજુ પણ ઘણા બધા લોકો અમુક અંધશ્રદ્ધામાં માને છે. દહેજપ્રથા આપણા સમાજ માટે એક ખુબ મોટી સમસ્યા છે. આજે લાખો રૂપિયાનું દહેજ લઈને કોઈપણ વ્યક્તિ કોઈપણ યુવતી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ જાય છે. પણ બહુ ઓછા લોકો હોય છે જે સામેથી મળેલા દહેજને ના કહે. આજે અમે તમને એક આવા જ વ્યક્તિ વિષે અમે તમને જણાવશું.

તેમણે દહેજ કરતા પોતાના પ્રેમને વધારે મહત્વ આપ્યું. આ વ્યક્તિનું નામ છે સૃજન. તમને જણાવી દઈએ કે તેઓ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં સહાયક મેનેજર તરીકે કાર્ય કરે છે. તેમના પિતા વિદ્યુત વિભાગમાં કાર્યાલયના અધિક્ષક પદથી સેવા નિવૃત થઇ ગયા છે. તમને જણાવી દઈએ કે સૃજન દ્વિવેદીના લગ્ન છતરપુરના રહેવાસી વિપિન બિહારીની દીકરી અંશીકા ચોબે સાથે નક્કી થયા હતા.

અંશિકાના પિતા મહોબા તહસીલમાં કાનૂન્ગોના પદ પર કામ કરે છે. બધા જ લગ્નની જેમ અંશીકાના પિતાએ પણ લગ્ન પહેલા જ લેવડદેવડની વાત કરી લીધી હતી, પણ સૃજનના પિતાએ તેમની વાત કાપી નાખી અને તેઓ લગ્નની તૈયારીઓ વિષે જણાવે છે.

સગાઈના દિવસે અંશિકાના પિતાએ સૃજનને એક થાળીમાં 6 લાખ રૂપિયા અને સાથે થોડી ચાંદી પણ આપે છે પણ સૃજનએ થાળીમાંથી ફક્ત એક ચાંદીનો સિક્કો લઇ લે છે અને બીજા બધા જ પૈસા તેઓ તેમના સસરાને પાછા આપી દે છે. આ જોઈને સગાઇમાં આવેલ બધા લોકો જમાઈના આ કામથી ખુબ ખુશ થયા છે. અંશિકાના પિતા પોતાના જમાઈની વાત જાણીને તેઓ પોતાના જમાઈને ભેટી પડે છે.

તમને જણાવી દઈએ કે જ્યારે અંશિકાના પિતા વિપિન સૃજનના પિતા અરવિંદને રૂપિયાની થાળી આપવાનું શરૂ કર્યું ત્યારે તેમણે કહ્યું કે અમે પૈસા માટે નહીં પણ એક પુત્રવધૂ માટે લગ્ન કરી રહ્યા છીએ. તમે અમને તમારી છોકરી આપી રહ્યા છો, તે નાની બાબત છે? મારો દીકરો એટલી કમાણી કરે છે કે તે તમારી છોકરીને ખૂબ ખુશ રહેશે.

અમને આ પૈસા અને દહેજ નથી જોઈતા.આ સાંભળીને, અંશિકાના પિતાએ તેની પુત્રી અને જમાઈને આશીર્વાદ આપ્યા. તેણે તેની દીકરીને કહ્યું કે તને ઘણો સારો પરિવાર મળ્યો છે, હંમેશા દરેકનો આદર કરો. પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ સૃજન ના ખૂબ વખાણ કર્યા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…