
હાલમાં પશુપાલકોણે ઉપયોગી થાય એવી જાણકારી સામે આવી રહી છે. જો સમયસર પશુની બીમારી વિશે જાણ થઈ જાય, તો નુકસાનથી બચી શકાય છે તેમજ પશુને યોગ્ય સારવાર મળી રહે છે. જો પશુપાલક કેટલીક બાબતોનું ધ્યાન રાખે તો બીમાર પશુ અને એની બીમારી વિશે સમયસર જાણકારી મેળવી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે, પશુઓના બીમાર થવાની સમયસર જાણ થતા પશુ ચિકિત્સકને બોલાવવા જોઈએ અથવા તો પશુને હૉસ્પિટલે લઈ જવું શક્ય બની શકતુ નથી.
આવા સમયમાં પશુપાલકો અથવા તો ખેડૂતોએ પશુઓ પ્રત્યે હંમેશા જાગૃત રહેવું જોઇએ. ઘણીવાર પશુ બીમાર થતા પશુપાલકો સમજી શકતા નથી. જેને કારણે બીમારી ધીરે-ધીરે વધવા લાગે છે તથા પશુપાલકોને આર્થિક રીતે પણ ખુબ નુકસાન થાય છે. અહીં અમે એવી કેટલીક બાબતોની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ કે, જે પશુપાલકોને ખૂબ જ ઉપયોગી બનશે.
પશુની વર્તણૂકને આધારે તે બીમાર છે કે નહીં તે અંગે જાણ મેળવી શકાય છે. જેમ કે, પશુ યોગ્ય રીતે ઊભુ રહી શકતુ ન હોય. એક તંદુરસ્ત પશુ તેના પગ પર આસાનીથી ઊભુ રહી શકે છે પરંતુ જો પગ અથવા તો અન્ય કોઈ અંગમાં તકલીફ હોય તો પશુ લંગડાઈને ચાલતું હોય છે. વાગોળતા પશુનું મોં સુકૂં રહેતું નથી. સામાન્ય રીતે પશુ તેની જીભ વાટે તેનું નાક ચાટે છે તેમજ મોં ને સતત લીલુ કરતુ રહે છે.
જો પશુ આવાં પ્રકારની પ્રક્રિયા ન કરતુ હોય, તો પશુ ચિકિત્સકની સલાહ લેવી જોઈએ. પશુ સામાન્ય કરતા ધીમી ઝડપથી ભોજન ચાવતુ હોય અથવા તો અધૂરું ભોજન ચાવતુ હોય, તો તેના દાંતની તપાસ કરાવી લેવી જોઇએ. કારણ કે, પશુના દાંતમાં દુ:ખાવાને કારણે પશુ આવું કરતુ હોય છે.
જો પશુ તેના ટોળાથી અલગ ઊભુ રહેતું હોય તો તે ઘણીવાર બીમારીના લક્ષણો પૈકી એક હોય શકે છે. પશુ બીમાર થવાના સંજોગમાં તેની તબીબી પરિસ્થિતિ તપાસવી જોઈએ. પશુના નાકમાંથી સતત પ્રવાહી ટપકે અથવા તો આંખો શુષ્ક હોય, મોમાંથી સતત લાળ ટપકતી રહેતી તો તે બીમારીના લક્ષણ હોય શકે છે. પશુ બેઠેલી અવસ્થાથી જલ્દી ઊભુ થઈ શકતું ન હોય તો પશુ બીમાર અથવા સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતુ હોય શકે છે. જેથી એની તપાસ કરાવવી જોઇએ.
તંદુરસ્ત પશુ ભોજન સારી રીતે ચાવીને ખાય છે તેમજ તેને ભૂખ પણ લાગે છે. જો પશુ યોગ્ય સમયે તથા પૂરતા પ્રમાણમાં ભોજન લેતુ ન હોય તો પશુ બીમાર હોવાની શક્યતામાં વધારો થઈ જાય છે. જો પશુ સતત ખાંસી ખાતુ રહેતું હોય તો પશુના ગળામાં બળતરા અથવા તો ખારાશના સંકેત હોય શકે છે. પશુને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અથવા તો તેનું પેટ ફૂલેલુ હોય તો તે આફરા રોગના લક્ષણો હોય શકે છે.
પશુ તેના પેટ પર લાત મારે અથવા તો જોર-જોરથી અવાજ કરે છે, તો તેને પેટમાં દુ:ખાવો હશે તેમ સમજવું જોઇએ. પશુની નાડીના ધબકારા પૂંછના આધારની નીચેથી લેવામાં આવે છે. એક વયસ્ક પશુના ધબકારા સામાન્ય રીતે 40-80 બીટ પ્રતિ મિનિટ હોય છે જયારે ભેંસમાં નાડીના ધબકારા 40-60 બીટ પ્રતિ મિનિટ હોય છે. જયારે યુવા પશુમાં આ પ્રમાણ વધુ હોય છે.
પશુના મળ-મૂત્રને આધારે પશુની બીમારી અંગે માહિતી મળી શકે છે. જેમ કે, મળ વધુ કઠોર હોય, વધુ પાણીદાર હોય તેમજ મળમાં લોહી આવવું વગેરે પશુમાં કોઇક બીમારી હોવાના લક્ષણો છે. પશુનો રંગ સામાન્ય રીતે સામાન્ય પીળો હોય છે. જો તે ઘેરો પીળો અથવા લોહીવાળો હોય તો પશુ બીમાર હોવાનું દર્શાવે છે. સામાન્ય રીતે પશુઓ દરરોજ 7 કલાક સુધી વાગોળે છે. જયારે પશુ વાગોળવાનું ઓછું અથવા તો બંધ કરી દે તો તે પશુના બીમાર હોવાના સંકેત છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…