જાણો દેશના મુખ્યમંત્રીને કેટલો મળે છે પગાર? સૌથી ઉંચો પગાર કોનો અને ગુજરાતના CMનો કેટલામો છે નંબર?

173
Published on: 12:49 pm, Mon, 18 October 21

આપણને સૌને ખબર છે કે, ભારત અલગ અલગ રાજ્યોનો બનેલો દેશ છે. જેમા જુદી જુદી સરકારો કામ કરે છે. એટલું જ નહીં, આ રાજ્યોમાં ચૂંટણી પણ અલગ અલગ સમયે થતી હોય છે. જેથી દેશ એક સંઘીય ઢાંચામાં કામ કરી રહ્યો છે તેમ કહી શકાય. દેશમાં જેટલા રાજ્ય છે એટલા જ મુખ્યમંત્રીઓ કામ કરી રહ્યા છે. ત્યારે આજે દેશના ઘણા બધા યુવાનોના મનમાં સવાલ ઉભા થતાં હશે કે, મુખ્યમંત્રીનો પગાર કેટલો હોય છે અને એમાં પણ જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીનો પગાર શું એક સરખો હોય છે? તો ચાલો આજે તમને જણાવી દઈએ કે, તમારા રાજ્યના મુખ્યમંત્રીનો પગાર કેટલો છે.

ભારતીય બંધારણ મુજબ, રાજ્યના મુખ્યમંત્રીની નિયુક્તિ રાજ્યપાલ કરે છે. જોવા જઈએ તો દેશમાં કુલ 28 રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને જે તે રાજ્યોના મુખ્યમંત્રીનો પગાર ત્યાંની વિધાનસભા નક્કી કરતી હોય છે. તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે દર દસ વર્ષે મુખ્યમંત્રીનો પગાર વધતો હોય છે.

તમને પણ એવું લાગતું હશે કે, દેશના રાષ્ટ્રપતિનો પગાર સૌથી વધારે હશે અને તે પછી વડાપ્રધાનનો પગાર પણ વધારે હશે. જોકે તમને આ વાત જાણીને ચોકી જશો કે, દેશના ઘણા રાજ્યોના મુખ્યમંત્રી એવા છે જેમની સેલેરી વડાપ્રધાન કરતાં પણ વધારે છે.

અમે તમને જણાવી દઈએ કે, દેશમાં સૌથી વધારે તેલંગાણાનાં મુખ્યમંત્રીની સેલેરી છે અને ત્યારબાદ બીજો નંબર દિલ્હીનો આવે છે. ત્રીજો નંબર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનો આવે છે. જ્યારે ગુજરાત પણ આ અંગે બહુ પાછળ નથી રહ્યું. તમામ મુખ્યમંત્રીની તુલનામાં ત્રિપુરાના મુખ્યમંત્રીનો પગાર સૌથી ઓછો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…