નાના છોકરાની જેમ બાખડી પડી સાસુ-વહુ: છુટ્ટા હાથની મારામારીની લડાઈમાં બેભાન થઈને જમીન પર ઢળી પડી સાસુ – જુઓ LIVE દ્રશ્યો

2170
Published on: 4:33 pm, Wed, 9 March 22

હાલમાં પટનાના અગમકુઆમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ઘરમાં સાસુ-વહુ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. આ મારામારીની ઘટના ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ જવા પામી હતી. CCTVમાંથી મળેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે, ઘરના રસોડા અને ફળિયામાં સાસુ-વહુ વચ્ચે મારામારી થઈ હતી. વિડીયોમાં જોઈ શકાય છે કે, વહુએ સાસુને એ હદે મારી કે તે ચક્કર ખાઈને જમીન પર પડી જાય છે. સાસુને થોડીવારમાં ભાન આવ્યું તો ફરી બન્ને બાખડી પડી અને વહુએ ફરીવાર સાસુને માર માર્યો હતો.

મળતી માહિતી મુજબ, અગમકુઆ વિસ્તારમાં સૌરવ કુમાર નામનો સોફ્ટવેર એન્જિનિયર રહે છે. વર્ષ 2018માં તેના લગ્ના રજની કુમારી સાથે થયા હતા. જાણવા મળ્યું છે કે, લગ્નના થોડા દિવસો બાદ બન્ને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. વાત વધુ વણસી તો છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. હાલમાં તે સામે થઈને સાસરીમાં રહે છે છૂટાછેડાનો કેસ લડે છે. તેના સાસુ-સસરા પણ એ જ મકાનમાં ઉપર-નીચે રહે છે.

જાણવા મળ્યું છે કે, આ વીડિયો ગઈ 1 માર્ચનો છે. વહુ બળજબરીથી સાસુ કવિતા દેવીના રસોડામાં ઘૂસી સામન લેવા લાગી હતી. આ દરમિયાન, બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. બન્ને પક્ષોએ પોત પોતાના ફલોર પર CCTV લગાવેલા છે. આ ઘટના બાદ સાસુએ અગમકુઆ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી છે. આ અંગે પોલીસ અધિકારી અભિજીત કુમારે જણાવ્યું કે, સાસુ-વહુની વચ્ચે સંપત્તિને લઈ ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. સાસુએ પોતાની વહુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.