રાજકોટની ભર બજારે ચાર-ચાર આખલાઓ વચ્ચે થયું ધમસાણ યુદ્ધ- જુઓ VIRAL વિડીયો

208
Published on: 1:05 pm, Fri, 1 October 21

રાજકોટ(ગુજરાત): ગુજરાત(Gujarat)માં અવારનવાર રસ્તા પર અખલાઓ(Akhlao) અડ્ડો જમાવીને બેસતા હોય છે. એટલે જ નહીં, અવારનવાર આખલાના યુદ્ધના બનાવો જોવા મળતા હોય છે. તેવામાં ફરી એક વખત આટકોટ(Atkot)માં પોલીસના ચેક પોઇન્ટ(Police checkpoint) સામે 4 આખલાઓ વચ્ચે યુદ્ધ જોવા મળ્યો હતો. જેને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ યુદ્ધને કારણે રોડ પર ટ્રાફિકજામના દૃશ્યો(Traffic jam views) જોવા મળ્યા હતા. આ દ્વંદ્વ યુદ્ધ દરમિયાન આખલાએ બે કાર અને એક બાઇકને અડફેટે લીધા હતા. આ ઉપરાંત ખાણીપીણીની લારીને પણ શીંગડા મારીને આડી પડી દીધી હતી.

મળતી માહિતી મુજબ, 4 આખલાના દ્વંદ્વ યુદ્ધથી લોકોમાં ભાગદોડ મચી જતા અફર તફરીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ લાકડીઓ દ્રારા આખલાને છૂટા પાડવા માટે અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ તેઓ આ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. એક કલાક સુધી જાહેરમાર્ગ ઉપર ચારેય આખલાનું આ ધમાસાણ યુધ્ધ ચાલ્યું હતું.

આંખલાનો આતંક દુર કરવા માટે સ્થાનિકોએ આંખલાને છુટા પાડવાના અનેક પ્રયત્નો કર્યો હતા. પરંતુ આખલાઓ દ્વંધ યુદ્ધમાં એવા મસ્ત હતા કે, રોડની બાજુમા પાર્ક કરેલ બાઈકો અને લારીઓને ઊંઘી પાડી દિઘી હતી. આ દરમિયાન તેમને ભારે નુકસાન થયું હતું. આના પરિણામ રૂપે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ છવાય ગયો હતો.

અત્રે ઉલેખનીય છે કે, આવો જ એક બનાવ ભાવનગર શહેરમાંથી સામે આવ્યો હતો. ભાવનગર શહેરમાં ચોમાસાની સિઝન આવતાની સાથે જ રખડતા ઢોરનો ત્રાસમાં પણ વધારો થઇ રહ્યો છે. ખાસ ચોમાસાની સિઝનમાં રખડતા ઢોર રસ્તાઓ ભીના હોવાને કારણે રાખતા ઢોર રોડ રસ્તા પર આવીને પોતાનો અડ્ડો જમાવીને બેસી જતા હોય છે. તે દરમિયાન શહેરીજનોમાં આ રસ્તા પર બેઠેલા ઢોરને લઇને અકસ્માતસર્જાવાની સંભાવનામાં વધારો થતો હોય છે.

2 આખલાઓ વચ્ચે આજે સવારે શહેરના જશોનાથ સર્કલ પાસે યુદ્ધનો માહોલ સર્જાયો હતો. આ માહોલને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી હતી. જોકે, મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડી ઢોરના ડબ્બે પૂરવાની કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…