ગુજરાતના પ્રગતિશીલ મહિલા ખેડૂત રતુંબડા સોનાની ખેતીથી કરે છે લાખોની કમાણી- અંજીરની ખેતીથી ચમક્યું ભાગ્ય

Published on: 6:38 pm, Mon, 30 January 23

દરેક ખેડૂત આજે એવું ઈચ્છતો હોય છે કે, તે પોતે કંઈક અલગ કરે અને થોડા જ વર્ષોમાં તગડી કમાણી થાય. જો ખડૂતો તગડી કમાણી કરવાનું ઈચ્છતા હોઈતો પરંપરાગત ખેતીથી કંઈક હટકે કરવાની જરુર છે. આજે અમે તમને એક એવીજ ખેતી વિષે જણાવીશું. આજે આપણે જે ખેતી વિષે ચર્ચા રવા જઈ રહ્યા છે જેનો પાક લઈને ગુજરાતની એક મહિલા ખેડૂતે પણ બંપર કમાણી કરી છે.

અમરેલી જિલ્લામાં આવેલા આંકડિયા ગામની જ્યાં પ્રગતિશીલ મહિલા ખેડૂત 7 વીઘા જમીનમાં અંજીરનો પાક લઈને વર્ષે 8-10 લાખની કમાણી કરી રહ્યા છે. લોકડાઉન સમયે અંજીરનું વાવેતર વિલાસબેન દિનેશભાઈ સવસૈયા પોતાના સાત વીઘા જમીનમાં કર્યું હતું.

અંજીરનું વાવેતર સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી સાથે કરવામાં આવી રહ્યું છે. અંજીરના ત્રણ પાક લેવામાં આવ્યા હતા. અંજીરના ત્રણેય પાકમાં સાતથી આઠ લાખની કમાણી થઇ હતી.

ચાલો જાણીએ કે તમારે આ ખેતી કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે? એ પણ જોઈએ કે ખેતરની કેવા પ્રકારની હોવી જોઈએ? આ ખેતી કરવા માટે શું ધ્યાન રાખવું અને રોપણીનો અનુકળ સમય સહિતની માહિતી આપણે આજે આ લેખમાં જોઈશું?

લગભગ 400 હેક્ટર જેટલું ભારતમાં અંજીરનું વાવેતર છે, જેમાંથી 300 હેક્ટર વિસ્તાર ફક્ત મહારાષ્ટ્રમાં છે. અંજીર એ એક સમશીતોષ્ણ અને સૂકા કટિબંધના પ્રદેશનું ફળ ઝાડ છે. બેંગ્લોરની આજુબાજુ તેમજ ઉત્તર ભારત બિહાર, પંજાબમાં પણ અંજીરની ખેતી થાય છે.

ગુજરાતમાં વડોદરા, ખેડા, જૂનાગઢ જીલ્લામાં છૂટાછવાયા ખેતીના દાખલા મળી રહે છે. અંજીરના પાકની યોગ્ય સમયે છંટણી કરવી, ખાંચા પાડવા તેમજ ગેરું રોગના નિયંત્રણની જાણકારીના અભાવને કારણે અંજીરની વ્યવસ્થિત ખેતી થતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…