ફેનીલને હાઈકોર્ટમાંથી પણ રાહત ન મળે એ માટે સરકારે ગ્રીષ્માને ન્યાય અપાવવા કર્યું એવું કામ કે તમામ ગુજરાતીઓ થઇ જશે ખુશ

180
Published on: 6:26 pm, Mon, 16 May 22

સુરતના પાસોદરા વિસ્તારમાં 12 ફેબ્રુઆરીના રોજ એકતરફા પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આરોપી ફેનીલ ગોયાણીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજાઓ પર દલીલો થઈ હતી, પહેલાં બચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી. ત્યારપછી સરકાર પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી. ત્યારે 5 મે ના રોજ કોર્ટ દ્વારા ફેનીલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જજ કોર્ટમાં આવ્યા બાદ તેમણે સંસ્કૃત શ્લોકનું પઠન કર્યું હતું.

ગ્રીષ્મા વેકરિયાના હત્યા કેસને સુરતની સેશન્સ કોર્ટે રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણાવી હત્યારા ફેનિલને સજા સંભળાવી હતી. મનુસ્મૃતિના શ્લોકની સાથે જજ વિમલ કે. વ્યાસે આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણીને આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આ સજાને યથાવત્ રાખવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત્ રાખવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

ગ્રીષ્મા હત્યાનો કેસ કોર્ટમાં ઝડપથી ચાલી ગયો હતો. પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા હત્યારા ફેનિલને ફાંસીના માંચડા સુધી પહોંચાડવા માટે કોઈ કસર રાખવામાં આવી નહોતી. ત્યારે હત્યારા ફેનિલને થયેલી ફાંસીની સજાના કન્ફર્મેશન માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત્ રાખવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે.

ફેનિલ હાલ લાજપોર જેલમાં
​​​​​​​ગ્રીષ્માની નિર્મમ પણે હત્યા કરનારા ફેનિલને હવે કોર્ટે ફાંસીની સજા આપી હોવાથી લાજપોર જેલમાં તે પાક્કા કામનો કેદી બની ગયો છે. કેદી તરીકે જેલ દ્વારા દરેકને એક નંબર આપવામાં આવતો હોય છે. એ મુજબ ફેનિલને પણ નંબર આપી દેવામાં આવ્યો છે, જેથી ગ્રીષ્માનો હત્યારો ફેનિલ ગોયાણી હવે 2231 નંબરથી ઓળખાશે. જ્યાં સુધી ફાંસીના માચડે ફેનિલને લટકાવી દેવામાં ન આવે ત્યાં સુધી લાજપોર જેલમાં રાખવામાં આવશે.

જાણો શું હતી સમગ્ર ઘટના?
12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરા પાટિયાપાસે માથાભારે યુવકે યુવતીને જાહેરમાં જ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. આજે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો.

યુવતીના મોટા પપ્પા દ્વારા બે દિવસ પહેલા ફરી ઠપકો આપવામાં આવતા યુવક રોષે ભરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. આ દરમિયાન, યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકો અને પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો  હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…