ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટા સમાચાર: ગ્રીષ્મા વેકરીયાના હત્યારા ફેનીલને કોર્ટે ફટકારી ફાંસીની સજા

582
Published on: 12:10 pm, Thu, 5 May 22

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરત શહેરના પાસોદરામાં જાહેરમાં જ કરાયેલી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ(Grishma Vekariya murder case)ના આરોપી ફેનીલ ગોયાણી(Fenil goyani)ને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજાઓ પર દલીલો થઈ હતી, પહેલાં બચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી. ત્યારપછી સરકાર પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી.

આ પછી બચાવ પક્ષે ફરી દલીલો કરી હતી અને બંને પક્ષોની દલીલો બાદ ન્યાયાધીશે 26 એપ્રિલની તારીખ આપી હતી. જોકે કોર્ટે સજાની તારીખ 5 મે જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે કોર્ટ દ્વારા ફેનીલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જજ કોર્ટમાં આવ્યા બાદ તેમણે સંસ્કૃત શ્લોકનું પઠન કર્યું હતું.

કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ પ્રકારનો ડર દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો પણ હાજર રહ્યા છે. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ ગણાવ્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે જણાવતા કહ્યું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. ત્યારબાદ હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

હત્યારા ફેનિલને દોષિત ઠેરવવામાં આવ્યો:
આરોપી ફેનીલ ગોયાણીને 302 સહિતની અલગ અલગ કલમોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સુરત કોર્ટના જજ વિમલ કે વ્યાસ દ્વારા હત્યારા ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. 26 એપ્રિલના રોજ ફરી વખત તારીખ પડી હતી.

વિડીયોએ મહત્વનો ભાગ ભજવ્યો:
સત્ર ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા ગ્રીષ્મા હત્યા કેસમાં પુરાવારૂપે વિડીયોએ ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું સામે આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા સમયનો જે વીડિયો જોઇને લોકો કહેતા હતા કે કોઈ બચાવવા કેમ ન આવ્યું, ત્યારે હવે એ વિડીયો જ આરોપી માટે ગાળિયારૂપ સાબિત થયો છે.

105 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા:
આ કેસની સુનાવણી કોર્ટ દ્વારા ડે ટુ ડે કરવામાં આવી હતી. આ હત્યા કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. જેઓ દ્વારા 2500 જેટલા પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. હત્યારા ફેનિલે જાહેરમાં જ ગ્રીષ્માનુ ગળુ કાપી હત્યા કરી દીધી હતી. જેથી કોર્ટમાં 190 સાક્ષીઓમાંથી 105 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના?
સુરતના કામરેજના પાસોદરા પાટિયાપાસે માથાભારે યુવકે યુવતીને જાહેરમાં જ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. આજે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો.

યુવતીના મોટા પપ્પા દ્વારા બે દિવસ પહેલા ફરી ઠપકો આપવામાં આવતા યુવક રોષે ભરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. આ દરમિયાન, યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકો અને પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો  હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…