ગ્રીષ્માની હત્યામાં ફેનિલ એકલો આરોપી નહિ પરંતુ આ છોકરી પણ છે ગુનેગાર- કોર્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

519
Published on: 2:36 pm, Fri, 1 April 22

સુરત(Surat): ગ્રીષ્મા નો હત્યા નો કેસ આજે ગુજરાતમાં(Gujarat) ચર્ચાનો વિષય બની ગયો છે. એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કોટરૂમ જે થયું હતું તે આરોપી ફેનીલ ગોયાણી(Fenil Goyani) ના વકીલ એ ખુલાસો કર્યો. આપણને બધાને ખબર જ હશે કે ગ્રીષ્મા હત્યાકાંડ(Grishma murder case) કે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો હતો. ફેનીલ ગોયાણી ના વકીલ સમીર શેખ ની ખાનગી ચેનલ સાથે વાતચીત થઈ હતી અને તેમાં તેઓએ કહ્યું હતું કે, માહોલ ખૂબ જ ગરમાયો હતો અને આરોપીની વિરોધમાં માહોલ હતો.

તેઓએ કહ્યું હતું કે જો કોઈ દર્દી ગંભીર હાલતમાં હોય અને તે હોસ્પિટલ જાય તો ડોક્ટર તેને સારવાર આપવાની ના નથી પાડતા. એજ રીતે આ કેસમાં જોવા મળે છે. આ કેસ અઘરો છે પરંતુ હું તેને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. ફેનિલ ગોયાણી ના વકીલે આગળ જણાવતા કહ્યું હતું કે આજે ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું અને અમારા દ્વારા તેના જવાબ પણ આપવામાં આવ્યા છે. તેઓએ કહ્યું કે અંદાજીત 900 થી પણ વધારે સવાલો અમને કર્યા હતા અને અમે તે તમામ સવાલોના આરોપી તરફે અમે જવાબ આપ્યા છે. આ દરમિયાન એક છેલ્લો પ્રશ્ન એ હતો કે તમે કઈ વિશેષ માં કહેવા માંગો છો? તેનો જવાબ આપ તો અમે આરોપી તરફથી લેખિતમાં જણાવ્યું હતું કે અમુક પુરાવા રજૂ કરવા માંગીએ છીએ ત્યારબાદ અમે એક પેન ડ્રાઈવ અને ફોટોગ્રાફ્સ છે તેને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

આ રજુ કરવામાં આવેલ ફોટો અંગે ફેનીલ ગોયાણીના વકીલે જણાવતા કહ્યું હતું કે, તે ફોટોગ્રાફ્સ એવા છે કે, જે આ સમગ્ર ઘટના છે તેની પ્રોસીક્યુશનની સ્ટોરી છે અને જે ચાર્જશીટ છે તેમાં એવું છે કે, તેમાં એક તરફા પ્રેમ ફેનિલ તરફથી હતો. તે વાતને લગતા આ ફોટોગ્રાફ્સ છે. આગળ જણાવતા વકીલ ઝમીર શેખે કહ્યું કે આ ફોટોગ્રાફ્સ દ્વારા એક તરફી પ્રેમમાં પડેલો હતો તે ખોટું છે તેવું સાબિત કરવા માંગુ છું. વન સાઈડ લવ નહોતો .હવે નામદાર કોર્ટે તેને કઈ રીતે લે છે અને મને કેટલી તેનાથી મદદ થશે તે તો નામદાર કોર્ટ દ્વારા જ નક્કી થશે.

પોતાના વકીલ ઝમીર શેખ(Zameer Sheikh) એ ધડાકો કર્યો છે અને શા માટે આરોપી ફેનીલ ગોયાણી એકલો જ આ કેસમાં સામેલ નહીં? પણ તેની સાથે તેના ધર્મ ની બહેન ને પણ કેમ આરોપીના બનાવી ? એ બાબતે વિચારી રહ્યા રહેવાનું નામદાર કોર્ટ દ્વારા કહેવામાં આવયુ. અહીંયા ઉલ્લેખનીય છે કે એની બહેન ને થોડા દિવસ અગાઉ જ કોર્ટમાં કહ્યું હતું કે જેલમાંથી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે કોર્ટમાં જઈને વિરોધી નિવેદનો આપે ત્યારે હવે નામદાર કોર્ટના ન્યાયધીશ ફેમિલની ધર્મની માનેલી બહેનને આરોપી બનાવવા કે કેમ તે અંગે પ્રશ્ન કરતાં આ કેસમાં એક નવો જ વળાંક આવી ગયો છે.

ટૂંકમાં જાણો આ સમગ્ર ઘટના વિશે
થોડા દિવસ પહેલા ગ્રીષ્માં વેકરીયા ના પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણી 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજ પાસોદરા માં ગ્રીષ્માં ની હત્યા કરી નાખી હતી.ત્યારબાદ તેને પોતાના હાથ ની લ નસ કાપીને ઝેરી દવા પી લેવાનું નાટક કર્યું હતું અને હત્યાના આરોપી ફેનીલ ને લ હોસ્પિટલમાંથી છૂટો કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ પર લીધો હતો. હાલ ફેનીલ ગોયાણી લાજપોર જેલમાં બંધ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…