‘સાયકો લવર’ ફેનિલ ગોયાણીનો ઇતિહાસ છે ખુબ જ ગુનાહિત- પહેલાં પણ એકવાર થઈ ચુકી છે તેની ધડપકડ

1220
Published on: 12:20 pm, Wed, 16 February 22

સુરતમાં પસોદરા પાટિયા બનેલી ઘટના વિશે બધા જાણતા જ હશે. આ ઘટના વાયુવેગે ફરી રહી છે. ગ્રીષ્મની અંતિમ યાત્ર ગઈકાલે જ નીકળી હતી. એક તરફી પ્રેમમાં એક 20 વર્ષનાં યુવકે જાહેરમાં જ યુવતીનું ગળું કાપી નાખ્યું હતું. આ બનાવ બનતાં સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી ગઈ છે.  આ ગુનાના આરોપી ફેનિલ ગોયાણીનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે.

બીજી તરફ આ બનાવના પગલે સુરતના પ્રબુદ્ધ નાગરિકો આજે પોલીસ કમિશનરને મળ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી. સુરત શહેરના પ્રબુધ નાગરિકો આજે પોલીસ કમિશનર અજય તોમરને મળ્યા હતા. જ્યાં તેઓએ સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા કપલ બોક્ષ અને સ્મોકિંગ પાર્લરને બંધ કરવા માટે રજૂઆત કરી હતી. તેમનું કહેવું છે કે,

હત્યારો ફેનિલ નામનો યુવક ખુદ સુરતના વેલન્જામાં કપલ બોક્ષ ચલાવતો હતો. યુવાધન કપલબોક્ષ અને સ્મોકિંગ પાર્લરમાં બરબાદ થઈ રહ્યું છે. સ્મોકિંગ ઝોનમાં નશાનો કારોબાર થાય છે. જ્યારે કપલ બોક્ષમાં યુવતીઓના જીવન બરબાદ થઈ રહ્યાં છે. કામરેજની યુવતીની ઠંડા કલેજે હત્યા કરનાર ફેનિલ ગોયાણી ખુબ જ મોટો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

જાન્યુઆરીમાં 2 અને ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં હત્યાના 7 બનાવો બની ચૂક્યાં છે. પાસોદરામાં સાયકો પ્રેમી દ્વારા ખેલાયેલા ખૂની ખેલ મામલે સમાજિક અગ્રણીએ રજૂઆત કર્યાં બાદ પોલીસ કમિશનર અજય તોમરે પણ શહેરમાં કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લસ સામે કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું છે. ફેનિલની ચોરીના ગુનામાં પણ એકવાર ધરપકડ થઈ ચૂકી છે. ગત વર્ષે જ ફેનિલે કતારગામ વિસ્તારમાં ઈનોવા કારની ચોરી કહી હતી. જે બાદ કતારગામ પોલીસે ફેનિલની ચોરીના ગુનામાં ધરપકડ પણ કરી હતી.

આ સિવાય ફેનિલ કપલ બોક્સ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસના કહેવાં મુજબ, ફેનિલ કહે છે કે ગત 22 ડિસેમ્બરે ગ્રીષ્માની બર્થ ડે હતી ત્યારે તેઓ બંને આર વી પટેલ કોલેજ ખાતે પણ મળ્યા અને પછી ફરવા ગયા હતા. એકાદ વર્ષ પહેલાં ગ્રીષ્માના ફોનની ડિસ્પ્લે તૂટી જતાં તેણે નવો ફોન લીધો હતો. જોકે જૂનો ફોન રિપેર થતાં તેના મામાના હાથમાં આવ્યો જેમાં ફેનિલ અને ગ્રીષ્માના ફોટોથી પ્રેમસંબંધની જાણ થઈ હતી. ગ્રીષ્માએ આ વાત ફેનિલને કરી હોવાનું તેણે નિવેદનમાં લખાવ્યું હતું.

વાત ન કરવા કહ્યું હતું
આ પછી ગ્રીષ્માએ કહ્યું હતું કે, હવે તું મારી સાથે વાત ના કરતો. હું તને સામેથી મેસેજ કરીશ. જોકે એ પછી ગ્રીષ્માના મામા અને કાકાએ ફેનિલને અમરોલી JZ કોલેજ પાસે બોલાવ્યો હતો. ફેનિલ પહોંચ્યો ત્યારે ત્યાં ગ્રીષ્મા, તેના મામા અને કાકા હાજર હતા. ગ્રીષ્માના મામા અને કાકાએ કહ્યું હતું કે, જે લફડું છે તે મુકી દેજે. નહીં તો તારો વારો પડી જશે. ત્યારે ફેનિલે કહ્યું હતું કે, ગ્રીષ્મા સાથે મારે પ્રેમસંબંધ છે એટલે અમારા લગ્ન કરાવી આપો.ત્યારે તેના મામાએ કહ્યું હતું કે આ બધું બંધ કરી દે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…