ભગવાને આપી સજા? ગ્રીષ્માનો હત્યારો ફેનિલ કોર્ટમાં જ પડી ગયો, હોસ્પીટલમાં લઇ જતા સમયે…

1352
Published on: 2:28 pm, Wed, 9 March 22

સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસના મામલે ખુબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આરોપી ફેનીલને કોર્ટ સુનાવણી માટે સુરતના કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન ફેનીલ સાથે ન થવાનું થઇ જતા લોકો વિચારમાં પડયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આજે કોર્ટ સુનાવણી હતી તે દરમિયાન કોર્ટ રૂમમાં જ આરોપી ફેનિલ ગોયાણી ઢળી પડવાને કારણે આરોપી ફેનીલને 108 દ્વારા હોસ્પીટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેની સારવાર અંગે ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ગ્રીષ્મા વેકરિયાની હત્યાને લઈને આજે કોર્ટમાં ગ્રીષ્માનો ભાઈ જુબાની આપવાનો હતો. તે દરમિયાન જાણવા મળ્યું છે કે આજે કોર્ટમાં ફેનિલ ગોયાણી કોર્ટમાં બેહોશ થવાને કારણે તેણે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. તે દરમિયાન તેની હાલત થોડી સારી થઇ હોવાની ડોક્ટરોએ તપાસતા દ્વારા જણાવ્યું છે. મળતી માહિતી અનુસાર કહેવાય રહ્યું છે કે ગ્રીષ્માનાં નાના ભાઇ દ્વારા કોર્ટમાં જુબાની દેવાનો છે. જયારે તે જુબાની દઈ રહ્યો હતો ત્યારે તે દરમિયાન નાનો ભાઈ ભાવુક થઇને રસી પડ્યો હતો.

તેમજ વધુમાં કહેવામાં આવી રહ્યું છે કે, ગ્રીષ્માનાં નાનો ભાઇ જયારે આરોપી ફેનિલ ગોયાણી સોસાયટીના નાકે ઊભો હતો. તે દરમિયાન તેને સમજાવવા સમજાવવા ગયો તો ચપ્પુ પેટમાં મારવા જતા હું બચી ગયો, પછી તેણે ગ્રીષ્માને પકડી લીધી અને આરોપી ફેનીલ દ્વારા પછી ગ્રીષ્માને પકડી લેવામાં આવી હતી. બેનને બચાવે તે પહેલા ફેનિલએ ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં એક તરફી પ્રેમમાં ફેનીલે ચપ્પુ વડે ગ્રીષ્માનુ ગળું કાપીને હત્યા કરી નાખી હતી. તેમજ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરતાં ફેનીલે સોસાયટીમાં આવી આંટાફેરા કરી ૨૫ થી ૩૦ મિનિટ સુધી ખૂની ખેલ ખેલવામાં આવ્યો હતો. જયારે વધુમાં ફેનીલે હાથની નસ કાપવાનું પણ નાટક કરી મિત્રને ફોન કરીને મિત્ર સાથે વાત કરી હતી. પોલીસ દ્વારા તમામ વિગતોના CCTV ફૂટેજની સાથે સરખાવીને પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. તેમજ ગણતરીના દિવસોમાં આ કેસ અંગેની ચાર્જશીટ પણ રજુ કરાવાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…