નાલાયક ફેનિલ ગોયાણી ગ્રીષ્માની હત્યા બાદ પણ ન સુધર્યો- પોલીસને કહ્યુ: મને આ વસ્તુનું ઈચ્છા થઇ છે, મારા માટે લઇ આવો…

Published on: 6:34 pm, Wed, 9 March 22

સુરતમાં બનેલી ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડમાં હાલ આરોપી ફેનીલ ગોયાણીને કોર્ટ ટ્રાયલમાં નિયમિત લાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, આજે બુધવારે ફેનિલ ગોયાણીએ બેભાન થઈ જવાનું નાટક કરતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તે બિલકુલ સ્વસ્થ હોવાનું જણાવવામાં આવ્યું હતું અને લીંબુ પાણી પીવડાવ્યું હતું.

બીજી બાજુ ફેનીલે પોતાની માનસિક પરિસ્થિતિ ખરાબ હોય તેવું નાટક કરીને તેને હોસ્પિટલમાં રાખવામાં આવે તેવો નિરર્થક પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ, પોલીસ દ્વારા ત્યારે તેને જેલભેગો કરવા ફરીથી વાનમાં બેસાડવામાં આવ્યો હતો. આ દરમિયાન, શરમ વગર બોલ્યો કે મને લાડુ ખાવાની ઈચ્છા થાય છે. ત્યારે હાજર પોલીસ કર્મીઓએ તેને કહ્યું હતું કે, ‘તને બધું ખવડાવી દેશું હો’

હાલ ગ્રીષ્મા હત્યા કેસના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી ફેનીલને કોર્ટ સુનાવણી માટે સુરત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સાથે ન થવાનું થઇ જતા લોકો વિચારમાં પડી ગયા છે. આજે કોર્ટ સુનાવણી દરમિયાન કોર્ટ રૂમમાં જ આરોપી ફેનિલ ગોયાણી ઢળી પડ્યો હતો. બાદમાં આરોપી ફેનીલને 108થી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનાર ફેનિલ ગોયાણી સામે કેસમાં મંગળવારનાં રોજ ફરિયાદી ગ્રીષ્માનાં ભાઇની આજે જુબાની પણ લેવામાં આવી હતી. તે દરમિયાન, આજે કોર્ટમાં ફેનિલ ગોયાણી બેહોશ થઇ જતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા તેને તપાસતા તે સ્વાસ્થ્ય હોવાનું સામે આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…