
મધ્યપ્રદેશના ઇન્દોરમાં ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે એક મહિલાનો પગ લપસી ગયો હતો. મહિલા ટ્રેન અને ટ્રેક વચ્ચે પડી હતી. આ દરમિયાન મહિલા સાથે મુસાફરી કરતા લોકોએ તેની મદદ કરી હતી. પ્લેટફોર્મની વચ્ચે પડતા મહિલાને પકડીને બહાર કાવામાં આવી હતી. મહિલાને વધુ ઈજા થઈ ન હતી અને મોટો અકસ્માત ટળી ગયો હતો.
#WATCH | Madhya Pradesh: Fellow passengers saved the life of a woman in Indore who was trying to board a moving train, yesterday.
(Video source: Railway Protection Force, Indore) pic.twitter.com/0HgbYLrnwq
— ANI (@ANI) August 19, 2021
મળતી માહિતી મુજબ, મહિલા તેના પરિવાર સાથે મુસાફરી કરી રહી હતી. પહેલા પતિ, બાળકો અને સામાન સાથે ટ્રેનમાં ચડ્યા. આ પછી પત્નીએ પણ ચાલતી ટ્રેમાં ચઢવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેનું સંતુલન બગડ્યું અને તે પ્લેટફોર્મ પરથી નીચે પડી ગઈ. પછી નજીકમાં ઉભેલા લોકોએ તેને મદદ કરી અને તેને ખેચી લીધી હતી.
સોસીયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતા જોનારની આંગળીઓ મોઢામાં આવી ગઈ હતી. વિડીયોમાં તો એમ જ દેખાઈ રહ્યું છે કે આ મહિલા ટ્રેનમાંથી નીચે પડી જાય છે અને ટ્રેક પર ફસાઈ જાય છે, પરંતુ સુજ્બુજથી સાથે રહેલા લોકોએ આ મહિલાનો જીવ સમયસર બચાવી લીધો હતો અને મોટા અક્સ્માતને ટાળ્યો હતો.
અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોઈ લીધો છે અને સમયસર મદદે પહોચેલા લોકોની પ્રસંસા કરી રહ્યા છે. ઘણા લોકોએ કોમેન્ટમાં જણાવ્યું હતું કે, ટ્રેનમાં ચડતી વખતે ધ્યાન રાખવું જોઈએ, જેનાથી આવા અકસ્માતો ન થાય અને આપણી યાત્રા સફળ રહે!