ખેડૂત પિતાએ લાખો રૂપિયા ખર્ચી દીકરીને આપી તેના સ્વપ્નની વિદાય- હેલિકોપ્ટરમાં બેસાડી…

149
Published on: 2:52 pm, Tue, 30 November 21

દરેક પિતાની ઇચ્છા હોય છે કે પોતાની દીકરીના ધામ-ધૂમ થી લગ્ન કરે અને તેને યાદગાર વિદાય આપે. ખાસ આજના મોડર્ન યુગની દીકરીઓની લગ્નમાં ઘણી ઈચ્છાઓ હોય છે, કે મારા પિતા પણ મારા લગ્ન ધામધૂમથી કરે. હાલ આવી જ એક જીવન વિશે તમને જણાવવાના છીએ, જેમાં આ દુલ્હન લગ્નમાં ફિલ્મી સ્ટાઈલે વિદાય લીધી હતી. લગ્નને જીવનભર યાદગાર બનાવવા માટે કોઈ કાર નહીં પરંતુ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં બેસીને દુલ્હો અને દુલ્હન પોતાના ઘરે પહોંચ્યા હતા.

આટલું જ નહીં, જ્યારે આ દીકરીના લગ્નની વાત થઇ રહી હતી ત્યારે જ નક્કી કરવામાં આવ્યું હતું કે, લગ્ન બાદ દુલ્હનની વિદાય સામાન્ય કારમાં નહીં પરંતુ હેલિકોપ્ટરમાં થશે. જ્યારે આ વાત નક્કી થઈ ક્યારે લગ્નની વાત આગળ વધી હતી.

ટૂંકમાં કહીએ તો, લગ્ન પહેલા જ નક્કી થઈ ગયું હતું કે, દુલ્હા અને દુલ્હન ની વિદાય કેવી રીતે થશે. તમને જણાવી દઈએ કે, આ બનાવ ઝૂઝુનું જિલ્લાના ચિડાવા શહેર નજીક આવેલા અજીતપુરા ગામનો છે. નાનકડા ગામમાં રહેતી આ દુલ્હનને તેના પિતાએ હેલિકોપ્ટરમાં વિદાય આપી હતી.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, દુલ્હન નું નામ રીના અને તેમના પિતાનું નામ મહેન્દ્રસિંહ છે. મહેન્દ્રસિંહ એ પોતાની એકની એક દીકરી નું સ્વપ્ન પૂરું કરવા લગ્નમાં લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા હતા. માત્ર હેલિકોપ્ટર માટે જ 16 લાખ રૂપિયા આપ્યા હતા. દિકરી ઘણી વાર પિતા ને કહેતી હતી કે, ‘હું તો હેલિકોપ્ટરમાં બેસીને જ સાસરે જઈશ’. પિતાએ પણ દીકરીની આ વાતને ક્યારેય અવગણી ન હતી, પરંતુ પિતા પણ દીકરીનું આ સપનું કેવી રીતે પૂરું કરવું તે વિશે સતત વિચારતા હતા. આજથી એક વર્ષ પહેલા જ પિતાએ વિચારી લીધું હતું કે તેની દીકરી ની વિદાય સામાન્ય કારમાં નહીં પરંતુ હેલિકોપ્ટરમાં થશે, અને હાલ પિતાએ દીકરીનું આ સપનું પૂરું કર્યું છે.

મહેન્દ્રભાઈએ આ વાતની જાણ કોઈ પરિવાર જનને કરી ન હતી. જ્યારે લગ્નના માત્ર બે જ મહિના બાકી હતા ત્યારે મહેન્દ્ર ભાઈએ પોતાની દીકરીની ભવ્ય વિદાયની આ વાત પરિવારને કહી હતી. એક પિતા દીકરીનું સપનું પૂરું કરવા દિનરાત ઘસાતા રહે છે. પરંતુ છેવટે પોતાની દીકરીને સાસરે વળાવી દે છે, એનું નામ જ પિતા છે. ખરેખર આ દુનિયામાં પિતા અને દીકરીનો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે. હાલ જ વાતને સાબિત કરતી ઘટના અંહિયા બની છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…