દીકરી સાથે મજબુર પિતાએ કરી લીધો આપઘાત- દુઃખભરી આ નોટ વાંચીને આંખો ભીની થઇ જશે

184
Published on: 2:40 pm, Fri, 26 November 21

આજકાલ આત્મહત્યા અને હત્યાના કિસ્સાઓંમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હત્યા જાણે સામાન્ય ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ફરીવાર એક પંજાબના જગરાવના અગવાડ લધાઈમાંથી હત્યાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના મોતથી દુ:ખી થઈને પતિએ અને પુત્રીએ એકસાથે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસની કાર્યવાહી અનુસાર જાણવા મળ્યું છે કે, પુત્રી માત્ર આઠ જ વર્ષની હતી. ત્યાના આજુબાજુના લોકોનું કહેવું છે કે મૃતક પ્રદીપ સિંહ તેની પત્નીના મૃત્યુ બાદ ખૂબ જ દુ:ખી રહેતો હતો. પત્નીના ગયા પછી તે માનસિક રીતે પરેશાન થઇ ગયો હતો. આવી પરીસ્થિતિમાં, તેણે આત્મહત્યાનું ભયાનક પગલું ભર્યું અને તેનું અને તેની પુત્રીનું જીવન આત્મહત્યા કરીને સમાપ્ત કર્યું. જાણવા મળ્યું છે કે, મૃતક પ્રદીપ સિંહની પુત્રીનું નામ જસજીત કૌર છે. આ કિસ્સો પંજાબના જગરાવના અગવાડ લધાઈમાંથી સામે આવ્યો છે.

આ ઘટના સર્જાયા બાદ લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તે દરમિયાન, બંને પિતા-પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પ્રદીપ સિંહની પત્ની રાજવંત કૌરે એક વર્ષ પહેલા શંકાસ્પદ સંજોગોમાં ઘરમાં ફાંસો ખાઈને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, મૃતક પ્રદીપ સિંહની માસી તેની પુત્રી જસજીતને પોતાની સાથે લેવા તેના ઘરે આવી હતી. ઘરે આવતા તેને જોવા મળ્યું કે, તેના ઘરના તમામ દરવાજા ખુલ્લા હતા અને પ્રદીપ સિંહ અને તેની પુત્રી જસજીત કૌરના મૃતદેહ રૂમમાં પંખાથી સાથે લટકતા હતા. તેણે આ ઘટનાની તરત જ તેના પરિવાર અને પોલીસને જાણ કરી.

પ્રદીપે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણે પોતાની પીડા પણ વ્યક્ત કરી હતી. તે નોટમાં છેલ્લે પ્રદીપે લખ્યું કે, તે એક વર્ષ કેવી રીતે વિતાવ્યું તેનું વર્ણન પણ ન કરી શક્યો હતો. તેના પોતાના મૃત્યુ બાદ તેની દીકરી કોઈના પર બોજ ન બને, તે માટે તે તેના હૃદય પર પથ્થર મૂકીને તેને સાથે લઈ જઈને આટલું મોટું આત્મહત્યાનું પગલું ભર્યું હતું. પોલીસનું કહેવું છે કે પ્રદીપ સિંહે પોતાની સુસાઈડ નોટમાં પોતાના મૃત્યુ માટે કોઈને પણ જવાબદાર ઠેરાવ્યા ન હતા.

તે ઉપરાંત પ્રદીપે પોતાના સાસરિયાઓ પ્રત્યે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેના મૃત્યુની માહિતી સાસરિયાઓને ન આપવામાં આવે અને તે નથી ઈચ્છતો કે સાસરા પક્ષની કોઈ પણ વ્યક્તિ તેના અંતિમ સંસ્કારમાં સામેલ થાય. આ ઉપરાંત પ્રદીપે પત્રમાં પોતાની તમામ મિલકત તેના ત્રણ મામાને આપી દેવાનું લખ્યું હતું. વધુમાં તેણે લખ્યું કે, તે પોતાની મિલકત જેને ઇચ્છે તેને વહેચી શકે છે.

આ બનાવ અંગે પોલીસ સ્ટેશન સિટી જગરાવના એએસઆઇ ચમકોર સિંહેએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા 174ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, પ્રદીપની માસી તેની આઠ વર્ષની પુત્રી જસજીતને પોતાની સાથે રાખવા અને તેનો અભ્યાસ કરાવવા માંગતી હતી. આ હેતુથી તે પ્રદીપ સિંહના ઘરે આવી હતી. પરંતુ, તેને ઘરે આવતા આ ઘટનાની જાણ થઇ હતી અને આ ઘટના જોતા જ તે પોતાની ભાન ભૂલી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…