બાઇક પર જઈ રહેલ પિતા-પુત્રને અકસ્માત નડતા લીધા અંતિમ શ્વાસ ‘ઓમ શાંતિ’

323
Published on: 6:27 pm, Fri, 29 October 21

માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે આવી જ અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. જેને કારણે પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. રાજ્યમાં આવેલ હિંમતનગર પંથકમાંથી આ બનાવ સામે આવ્યો છે. તલોદના રોઝડની સીમમાં પેટ્રોલ પંપ પાસે ડાલાએ આગળ જઇ રહેલ બાઇકને અડફેટે લેતાં બાઇકસવાર પિતા-પુત્ર રોડ પર પટકાયા હતા.

જેને લીધે ગંભીર ઇજાઓ પહોંચતા મોતને ભેટ્યા હતા. ડાલાના ચાલક વિરુદ્ધ તલોદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલ જાણકારી પ્રમાણે 27-10-21 ના રોજ સાંજે સવા છ વાગ્યાના સુમારે તલોદથી રોઝડ બજુ જતાં રોડ પર પેટ્રોલપંપ પાસે રોઝડની સીમમાં પીકઅપ ડાલાના ચાલક હિતેશકુમાર રાકેશભાઇ ડાભીએ ડાલાને આગળ જઇ રહ્યા હતા.

આ દરમિયાન બાઇકને પાછળથી ટક્કર મારતાં બાઇકસવાર પિતા દશરથસિંહ અમરસિંહ પરમાર તેમજ અનિકેત દશરથસિંહ પરમાર તલોદ રોડ પર પટકાયા હતા તેમજ શરીર પર ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળ પર જ કરૂણ મોત થયું હોવા અંગે પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ જશપાલસિંહ પરમારે ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના બનવા પામતા સમગ્ર પંથકમાં અરેરાટી તેમજ શોકનો માહોલ ફરી વળ્યો છે તેમજ પરિવારજનો આઘાતમાં સારી પડ્યા છે. એકસાથે બન્ને મોભી સભ્યોના મોત થતા પરિવાર નિરાધાર થયો છે ત્યારે હવે જોવું જ રહ્યું કે આગળ પોલીસ તપાસમાં શું સામે આવે છે?

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…