અ’વાદના પિતા-પુત્રએ એકસાથે આપી ધો10 બોર્ડની પરીક્ષા, દીકરાને 70 ટકા તો… પિતાનું પરિણામ જોઇને દંગ રહી ગયા લોકો

Published on: 3:39 pm, Thu, 25 May 23

father and son gave GSEB 10th Exam together: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ (GSEB 10th Result 2023) આજ રોજ જાહેર કરવામાં અવાયું છે. દર વખતની જેમ આ વખતે પણ આ પરિણામમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓએ બોર્ડમાં સારા માર્ક મેળવીને ડંકો વગાડ્યો છે અને પોતાના પરિવાર અને માતા-પિતાનું નામ ખુબ જ રોશન કર્યું છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માંથી એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે.

પિતા પુત્રએ એક સાથે આપી ધોરણ 10 ની પરીક્ષા

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં એક પિતા અને પુત્ર બંનેએ એક સાથે જ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને આજે બનેનું પરિણામ આવ્યું છે. ત્યારે પુત્રને ધોરણ 10માં 69% આવ્યા છે અને પિતાને 45%એ 10માની પરીક્ષામાં ઉતીર્ણ થયા છે. મળેલી માહિતી નુસર આ ઘટના અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં આવેલી ડીપી સ્કૂલની છે. ડીપી સ્કૂલમાં પટ્ટાવાળાની ફરજ નિભાવતાં વીરભદ્રસિંહ સિસોસીદાની ઉંમર 42 વર્ષ છે અને નાનપણમાં જવાબદારી સાથે કમાવાનું શીખી જતાં તેમનું ભણતર છૂટી ગયું હતું.

આ વિશે વીરભદ્રસિંહ સિસોસીદા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, જયારે મારો દીકરો 10મા ધોરણમાં આવ્યો ત્યારે તેણે મને ધોરણ 10ની પરીક્ષા આપવા માટેની હિંમત આપી હતી. આ સાથે મને શાળા માંથી પણ કહ્યું કે આ વાત શક્ય છે, તમે ધોરણ 10ની પરીક્ષા આપી શકો છો. ત્યાર બાદ મારા દીકરાએ કહ્યું કે 10માનું ફૉર્મ ભરો હું તમને પ્રેક્ટિસ કરાવીશ અને ધીરે-ધીરે મને પણ ફરીથી પરીક્ષા આપવાની હિંમત આવી ગઈ. ત્યાર બાદ મે ફૉર્મ ભર્યું અને થોડું સ્કૂલમાંથી શીખ્યું અને થોડું મારા દીકરાએ શીખવ્યું અને આ રીતે મેં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી.

ગુજરાતમાં ધોરણ 10નું 64.62% પરિણામ આવ્યું

ગુજરાત રાજ્યમાં આ વર્ષે ધોરણ 10 નું 64.62% પરિણામ આવ્યું છે. જો ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાની વાત કરવામાં આવે તો, સૌથી વધુ 76.45% પરિણામ સુરત જિલ્લાનું છે, ત્યારે સૌથી ઓછુ 40.75% પરિણામ દાહોદ જિલ્લાનું છે. બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી બધારે પરિણામ 95.92% છે, ત્યારે સૌથી ઓછુ 11.94% પરિણામ નર્મદાના ઉતાવળી કેન્દ્રનું છે. 64.18% પરિણામ અમદાવાદ શહેરનું આવ્યું છે, તેમાંથી અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 65.22% છે. રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74% અવાયું છે, વડોદરા જિલ્લાનું પરિણામ 62.24% આવ્યું છે. તમને ખાસ જણાવી દઈએ કે વર્ષ 2022નું તુલનાએ આ વર્ષે 0.56 % ઓછું પરિણામ આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…