ખેતી કરવાનો ખંત તો જુઓ! 60 વર્ષની ઉંમર હોવા છતાં પણ આ ખેડૂતભાઈ ઓર્ગેનિક કપાસમાંથી કરી રહ્યા છે મબલખ કમાણી

202
Published on: 11:49 am, Mon, 18 October 21

હાલમાં અમે એક સફળ ખેડૂતની સફળતાની કહાની લઈને આવ્યા છીએ. પંજાબમાં આવેલ ફાજીલ્કામાં ઢિંગાવલી ગામમાં રહેતાં 60 વર્ષીય ખેડૂત, સુરેન્દ્ર પાલ અનાજ, તેલિબિયાં, કઠોળ તથા ફળોની સાથોસાથ દેશી કપાસની પણ જૈવિક ખેતી કરી રહ્યા છે. તેઓ જાતે પોતાના કપાસનું પ્રોસેસિંગ કરીને તેને ત્વચાને અનુકૂળ આવે એવાં જૈવિક કપડાં બનાવી રહ્યા છે.

માર્કેટમાં આપને કેટલીક એવી બ્રાંડ જોવા મળશે કે, જે જૈવિક સુતરાઉ કપડાનું વેચાણ કરી રહ્યા છે પણ આજે અમે આપને એક એવાં ખેડૂતની સાથે મુલાકાત કરાવીશુ કે, જેઓ જૈવિક રીતે કપાસની ખેતી કરવાની સાથોસાથ જૈવિક કપડાઓ પણ બનાવી રહ્યા છે.

પંજાબમાં આવેલ ફાજિલકાના ઢિંગાવલી ગામમાં રહેતાં 60 વર્ષનાં ખેડૂત સુરેન્દ્ર પાલસિંહે ફક્ત 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે તેમજ તેમને ખેતી વારસામાં મળી છે. તેઓ જણાવે છે કે, અહીંના લોકો ખેતી કરે છે અથવા તો ભારતીય સેનામાં સેવા આપે છે. મેં સૈન્યમાં જોડાવાનો પ્રયાસ કર્યો પણ કોઈ કારણોસર તે કરી શક્યો નહીં.

જેથી, મેં ખેતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને હાલમાં અમે સંયુક્ત કુટુંબમાં રહીને એકસાથે જૈવિક રીતે ખેતી કરી રહ્યા છીએ. તેમણે ક્યારેય પણ કેમિકલ ફાર્મિંગનો આગ્રહ રાખ્યો ન હતો. જો ક્યારેય રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, તો પણ ખૂબ ઓછી માત્રામાં.

વર્ષ 1992થી, તેઓ સંપૂર્ણપણે જૈવિક તથા કુદરતી ખેતી કરે છે. તેમની પાસે જામફળ, મોસંબી જેવા ફળોના બગીચા રહેલા છે તેમજ આની ઉપરાંત તેઓ ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, તલ, કઠોળ તેમજ કપાસની ખેતી કરી રહ્યા છે. તેઓ જૈવિક પદ્ધતિઓ દ્વારા તેમના ઘર માટે શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે.

તેઓ જણાવે છે કે, “હું મારા પરિવારની અંદાજે તમામ જરૂરિયાતો માટે કૃષિ પર આધારીત છું. અમારું ખાવાનું પહેલેથી જ આપણી કૃષિ પર આધારીત હતું તેમજ હવે અમે મોટાભાગે અમારા કાર્બનિક કપાસમાંથી જ કપડા બનાવી રહ્યા છીએ.”

કપાસની જૈવિક ખેતી:
સુરેન્દ્ર 4 એકર જમીનમાં ઓર્ગેનિક કપાસની ખેતી કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, આની પહેલાં, ઉત્તર ભારતમાં દેશી કપાસની ખેતી કરાતી હતી તેમજ ચરખાઓ તથા હેન્ડલૂમ્સ પર સ્પિનિંગ, વણાટ, કાંતણનું કાપડ બનાવાતું હતું પરંતુ આધુનિકતાના ચક્કરમાં, હવે તમને ચરખા શોધવાથી પણ નહીં મળે.

જાતે બનાવી રહ્યા છે જૈવિક સુતરાઉ કપડા:
તેઓ જણાવે છે કે, તેઓ પંજાબમાં જૈવિક ખેતી માટે કામ કરતી સંસ્થા સાથે જોડાયેલાં છે. આની સાથે જ લોકોમાં તેઓ સજીવ ખેતીને લઈ જાગૃતિ ફેલાવી રહ્યા છે. સજીવ ખેતીની સાથોસાથ, ખેતી વિરાસત મિશન ચરખા, પંજાબની પરંપરાગત હસ્તકલા કળાઓ જેમ કે, ચરખા, ફુલકરી વગેરેને બચાવવાનાં પ્રયત્ન કરી રહ્યા છે.

મિશન દ્વારા આયોજીત કાર્યક્રમોમાં ભાગ લઈને સુરેન્દ્રને જાણ થઈ હતી કે, કપાસ ઉદ્યોગમાં રસાયણનો ઉપયોગ કરીને સુતરાઉ કાપડ બનાવાઈ રહ્યુ છે. જો કે, આ કપડાં બનાવવામાં કેટલીક મુશ્કેલીઓ આવી હતી પણ તેઓએ હાર માની ન હતી. ફક્ત એક ક્વિન્ટલ કપાસમાં 100 મીટરથી વધારે કાપડ બનાવાતું હોય છે તેમજ કપડાની માત્રા પણ તમે આ કપડાને જાડું અથવા તો પાતળું બનાવી રહ્યા છો તેના પર આધાર રાખે છે.

કપડાં સીધા ગ્રાહકોને પહોંચાડવામાં આવે છે:
સુરેન્દ્ર જે કોઈપણ ઓર્ગેનિક સુતરાઉ કપડા બનાવે છે, તે સીધા જ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. તેઓ જણાવે છે કે, આટલા વર્ષોમાં મારી સાથે સેંકડો ગ્રાહકો જોડાયેલા છે. તેમને ત્યાં અનાજ, દાળ તથા ફળો વગેરે અમારા ખેતરોમાંથી અહીંથી જ જાય છે. જેથી, જ્યારે અમે કપડા બનાવવાનું શરૂ કર્યું ત્યારે અમે આ ગ્રાહકોથી શરૂઆત કરી હતી. અમે અમારા બધા કપડા એક જગ્યાએ પહોંચાડતા નથી. ગ્રાહકો વર્ષ દરમિયાન અમારી પાસેથી કપડાં ખરીદતા રહેતા હોય છે.

આની ઉપરાંત, તેઓને રજાઇ-ગાદલા બનાવવાના ઓર્ડર પણ મળતા રહેતા હોય છે. જે આ કપડાથી રજાઇ-ગાદલાના ખોળ બનાવે છે કે, જેમાં માત્ર ઓર્ગેનિક કપાસ ભરવામાં આવે છે. તેઓ જણાવે છે કે, આ કેમિકલનો ઉપયોગ કરીને બનાવેલ કપડાં પહેરીને અથવા તો અન્ય રીતે તેનો ઉપયોગ કરીને લોકોને ત્વચાને લગતા રોગો થઈ રહ્યા છે.

કેટલાક ગ્રાહકો તેમની પાસેથી જૈવિક કપાસમાંથી બનાવેલ કપડાં તથા રજાઇ-ગાદલાની ખરીદી કરે છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ નરમા કપાસની ખેતી થતી હતી જયારે હવે તે ખૂબ જ મુશ્કેલીથી મળી આવે છે. મને તેના બીજ શોધવામાં પણ કેટલીય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે બીજ માટેની શોધ પૂરી થઈ ત્યારે તેનું ખૂબ જ નાના સ્તરે વાવેતર કરાયું હતું. જો કે, અમે હજુ પણ બીજ બનાવવાની સ્થિતિમાં છીએ. જો કે, જ્યારે ફ્રાન્સના એક ઉદ્યોગસાહસિકે આ નરમા કપાસ જોયો ત્યારે તે ખુબ ચોંકી ગયો હતો. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, જો દેશી કપાસને આવા રંગોમાં ભેળવી દેવામાં આવે તો, કેમિકલ ડાઈ કરવાની જરૂર રહેશે નહીં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…