આ ખાસ ગલગોટાના ફૂલની ખેતી કરી કમાવો 15 લાખની ચોખ્ખી કમાણી- જાણો કેવી રીતે?

120
Published on: 4:35 pm, Wed, 28 July 21

કોરોનાની મહામારીએ કેટલાય લોકોના વેપાર ધંધા ભાંગ્ય છે. જેથી અનેક લોકો નોકરી છોડીને ગામડે જતા રહ્યા છે. જો તમે પણ નોકરી છોડીને ગામડે જતા રહ્યા છો અને તમારી પાસે ખેતીલાયક જમીન છે. તો તમે આ વિશેષ ફૂલની ખેતી કરીને લાખોની કમાણી કરી શકો છો. અહીં દવામાં ઉપયોગ કરવામાં આવતા ફૂલની ખેતી વિશે જણાવવામાં આવ્યું છે. આ ફૂલની ખેતી કરીને તમે વાર્ષિક 15 લાખ સુધીની કમાણી કરી શકો છો. જેના માટે તમારી પાસે 1 હેક્ટર જમીન હોવી જરૂરી છે.

લગ્ન તથા અનેક શુભ પ્રસંગોમાં ગલગોટાના ફૂલનો ઉપયોગ થતો હોય છે. આ ફૂલનો ડેકોરેશન કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામીન C રહેલું છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત ત્વચાની સમસ્યાઓના ઈલાજમાં અને ગંભીર રોગની દવાઓ બનાવવા માટે પણ આ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. ગલગોટાના ફૂલની ખેતી કરીને બિઝનેસ કરવાથી તમને ખૂબ જ લાભ થઈ શકે છે.

આ ઉપરાંત, હ્રદય રોગ, કેન્સર અને સ્ટ્રોકની સમસ્યામાં ગલગોટાના ફૂલના રસનો ઉપયોગ કરવાથી તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફૂલથી અત્તર અને અગરબત્તી પણ બનાવી શકાય છે. જો તમારી પાસે ખેતીલાયક 1 એકર જમીન છે. તો તમે વાર્ષિક 5-6 લાખની કમાણી કરી શકો છો. એક એકર ખેતરમાં દર અઠવાડિયે 3 ક્વિન્ટલ ફૂલને ઉગાડી શકાય છે. જણાવી દઈએ કે, ખુલ્લા બજારમાં આ ફૂલની કિંમત પ્રતિ કિલોગ્રામ 70 રૂપિયામાં મળે છે. દર અઠવાડિયે 20 હજારની કમાણી થઈ શકે છે. દર વર્ષે ત્રણ વાર ગલગોટાના ફૂલની ખેતી કરી શકાય છે. એકવાર આ ફૂલની ખેતી કર્યા બાદ બે વર્ષ સુધી ફૂલ ચૂંટી શકાય છે. 1 એકર જમીનમાં ખેતી કરવાથી આખા વર્ષ દરમિયાન 1 લાખ સુધીનો ખર્ચ થઇ શકે છે.

એક હેક્ટર ખેતરમાં ગલગોટાના ફૂલની ખેતી કરવા માટે 1 કિલો બીજની જરૂરિયાત રહે છે. જાણવા મળ્યું છે કે, ગલગોટાના ફૂલની નર્સરી તૈયાર કરવામાં આવે છે. ત્યારાબ્દ ગલગોટાના છોડને 4 પાન આવે પછી તેને રોપવામાં આવે છે. 35-40 દિવસમાં ગલગોટાના ફૂલ પર કળીઓ ઉગવા લાગે છે. ફૂલના સારા ઉત્પાદન માટે પહેલી કળી આવ્યા બાદ તેને 2 ઈંચ નીચેથી તોડી દેવી જોઈએ. તેનાથી ગલગોટામાં એકસાથે અનેક કળીઓ આવવા લાગે છે. બાગાયત વિભાગ તમામ ઋતુમાં ખેડૂતોને ખેતી કરવામાં મદદ કરે છે.

ગલગોટાના ફૂલને પશુઓથી બચાવવા પડે છે. આ ફૂલના અનેક પ્રકારો હોય છે. જેમ કે, બ્રાઉન, સ્કાઉટ, ગોલ્ડન, બટરસ્કોચ, સ્ટાર ઓફ ઈન્ડિયા, યેલો ક્રાઉન, રેડ હેટ, બટરવાલ અને ગોલ્ડન જેમ છે. ગલગોટાના બીજ કલકત્તામાં સરળતાથી મળી રહે છે. અનેક ખેડૂતો વર્ષમાં ચાર ચાર વાર ગલગોટાની ખેતી કરી રહ્યા છે. એટલે કે, વર્ષમાં ચાર વાર ખેતરમાં બીજ રોપી રહ્યા છે. જણાવી દઈએ કે, 40 દિવસમાં ગલગોટાના ફૂલ ઉગવા લાગે છે. આ ફૂલ યોગ્ય રીતે વિકસિત થયા પછી જ છોડ પરથી તોડવા જોઈએ. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, સવારે અથવા સાંજે જ ફૂલને તોડવા જોઈએ.