
હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સફેદ સોના એટલે કે, એવા કપાસની ખેતી કરતાં ખેડૂતોની માટે સૌરાષ્ટ્રમાં કપાસ મુખ્ય પાક છે ત્યારે કપાસની ગુણવત્તા તપાસ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મશીન મુકવામાં આવ્યું છે. જેને કારણે હવે કપાસની ગુણવત્તાની ખુબ સારી રીતે તપાસ થઈ શકશે. જેને લીધે હવે કપાસની ખુબ સારી જાતો મળશે તેમજ તેને હાઈબ્રીડમાં ડેવલપ કરવામાં આવશે.
સફેદ સોના તરીકે સૌરાષ્ટ્રનો કપાસ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે પણ ઘણીવાર બિયારણ ખરાબ હોવાને કારણે ખેડૂતોનું સંપૂર્ણ વર્ષ પાણીમાં જતું રહેતું હોય છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવા કપાસની ગુણવત્તા તપાસ માટેનું મશીન આવતા ખેડૂતોને ખુબ સારા બિયારણ મળશે.
અત્યાર સુધીમાં યુનિવર્સિટી પાસે આ મશીન ન હતું પણ હવે આ મશીન આવી જતાં કપાસની તપાસ થઈ શકશે. મોટાભાગનાં ખેડૂતો અલગ- અલગ વેરાઇટીના બિયારણનું વાવેતર કરતા હોય છે. જેને કારણે એના પરિણામો પણ અલગ આવતાં હોય છે ત્યારે આ મશીનથી તમામ જાતના બિયારણના ટેસ્ટ જાણી શકાશે.
કૃષિ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, કપાસના ટેસ્ટ માટેના 2 મશીનની કિંમત દોઢ કરોડ થાય છે. આની માટે મુંબઈથી ઓલ ઈન્ડિયાના સાયન્ટિસ્ટ મશીન વિશે સમજ આપવા કૃષિ યુનિવર્સિટીમાસ પહોંચ્યા હતા. આની માટે યોજાયેલ કાર્યક્રમમાં કૃષિ તજજ્ઞો, કૃષિ અધિકારીઓ તથા ખેડૂતો પણ જોડાયા હતાં તેમજ તાલીમ મેળવી હતી.
ભવિષ્યમાં કપાસના ભાવ ગુણવત્તાથી નક્કી થશે:
ખેડૂતોની આકરી મહેનત હોવા છતાં કપાસ તૈયાર થાય ત્યારે પૂરતા ભાવ મળી રહેતા નથી જેને કારણે ખેડૂતોએ પણ જે ભાવ મળી રહે તેમાં ન છૂટકે વેચવા માટે તૈયાર થવું પડતું હોય છે ત્યારે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે ભવિષ્યમાં કપાસના ભાવ તેની ગુણવત્તાને આધારે જ નક્કી થશે. જેને કારણે કપાસના ભાવ પણ ખેડૂતોને ઊંચા ભાવ મળશે.