કૃષિપ્રધાન ભારત દેશમાં સેકંડો ખેડૂતો અનેકવિધ ફળ તથા પાકની ખેતી આધુનિક ટેકનોલોજીનાં ઉપયોગથી કરી રહ્યા છે ત્યારે હાલમાં આવી જ એક અનોખી ખેતીને લઈ જાણકારી લઈને આવ્યા છીએ. સરહદી જિલ્લા કચ્છના ખેડૂતો વરસાદી અનિયમિતતા તથા હવામાનમાં નોંધપાત્ર બદલાવ આવવાને લીધે બાગાયતી પાક ડ્રેગન ફ્રુટની ખેતી બાજુ વળી રહ્યા છે.
ગરમ તેમજ ભેજવાળું હવામાન ડ્રેગન ફ્રુટના છોડને માફક હોવાને લીધે જૂન મહિનાથી લઈને ઓગષ્ટ મહિના સુધી એનું વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે કચ્છના 155 જેટલા ખેડૂતો સરકારી સહાયથી ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી રહ્યા છે. મૂળ વિદેશી ફ્રુટ ગણાતા પણ કેટલાક ગુણોથી ભરપુર ડ્રેગન ફ્રુટની ખેતીને પ્રોત્સાહન મળી રહે એવા ધ્યેયથી રાજ્ય સરકારે ડ્રેગન ફ્રુટને ‘કમલમ્’ નામ આપ્યું છે.
બાગાયતી ખેતી હેઠળ ખેડૂતોને સરકારી સહાય આપવા માટે ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે ડ્રેગન ફ્રુટની ખેતી શરૂઆતના તબક્કામાં ખુબ ખર્ચાળ હોવાને લીધે સામાન્ય ખેડૂતોને નિયત હેકટર વિસ્તારમાં કરવામાં આવેલ ડ્રેગન ફ્રુટના વાવેતર માટે સરકારે સહાય આપી છે.
વરસાદની અનિયમિતતા તથા સિંચાઈના સ્રોતના અભાવને લીધે કચ્છના 155 જેટલા ખેડૂતો સરકારી સહાયથી ડ્રેગન ફ્રુટની ખેતી કરવ જઈ રહ્યા છે ત્યારે નોંધનીય બાબત એ છે કે, આ ફ્રુટ અનેક ઔષધીય ગુણ ધરાવતી હોવાથી માંગમાં પણ ખુબ વધારો જોવા મળ્યો છે.
ડ્રેગન ફ્રુટની ખેતીને પાણીની જરૂર રહેતી નથી, ફક્ત લાંબા આયુષ્ય માટે સમયાંતરે પીયતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે ફુલ આવવાના સમય પહેલાં જમીન કોરી રાખવામાં આવતી હોય છે. જેને પરિણામે ડ્રેગન ફ્રુટના છોડ પર વધારે ફુલો ઉગી નીકળતા હોય છે.
આ બાગાયત ખેતીમાં ટપક પદ્ધતિ વધારે સફળ સાબિત થવા પામી છે ત્યારે ખૂબ જ ઓછા પીયત, સુકી તથા સામાન્ય જમીન, ખુબ ઓછી દેખરેખ, ખુબ ઓછો સમય ઉત્પાદન તથા ઉંચા ભાવ તેમજ રોકડિયા પાકને લીધે ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી બાજુ વળી રહ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…