ગુજરાતના ખેડૂતોએ દેશી ગુલાબની સાથે સાથે કશ્મીરી ગુલાબની ખેતી તરફ આકર્ષાયા- જાણો વિગતવાર

145
Published on: 11:20 am, Wed, 7 July 21

અત્યારે ફૂલ બજારોમાં ખુશ્બુવાળા ફૂલોની માંગ વધી છે. એટલે દેશી ગુલાબની ફરીથી માંગ ઊભી થઈ છે અને ખેડૂતો ફરીથી ખેતરોમાં કાશ્મીરીની સાથે દેશી ગુલાબની વાવણી કરી રહ્યા હોવાનો સંકેત મળે છે. ગુજરાત માં વડોદરા નજીકના બિલ ગામના ફૂલોની ખેતી કરતા વિશાલ પટેલનું કહેવુ છે કે, તેમનો વંશ ઘણાબધા વર્ષોથી ફૂલોની ખેતી સાથે જોડાયેલા છે.

તેઓ કહે છે કે, વડોદરા જિલ્લાના ફૂલની ખેતી કરતા ખેડૂતો અગાઉ કાશ્મીરી ગુલાબની ખેતીથી એટલા આકર્ષાયા હતા કે દેશી ગુલાબને કાઢીને ખેતરોમાં કાશ્મીરી ગુલાબનું વાવેતર કર્યું હતું. કાશ્મીરી ગુલાબ દેશી ગુલાબની સરખામણીમાં વધારે ટકાઉ અને હાર બનાવવા માટે વધુ સારા અને વજનમાં હલકા હોય છે.

પ્રખ્યાત ખેડૂત વિશાલભાઈ કહે છે કે, દેશી ગુલાબ ખૂબ સુગંધિત હોવાથી તેને પૂજા અને અન્ય મોટા પ્રસંગો માં તેની માંગ વધારે રહે છે. દેશી અને કાશ્મીરીએ બંને આમ તો સ્વદેશી પ્રજાતિઓના ગુલાબ કહેવાય છે. પરંતુ કાશ્મીરી ગુલાબ ની સરખામણીમાં દેશી ગુલાબ જાણે કે સુગંધનો ભંડાર છે. એટલે દેવ પૂજા, ધાર્મિક ઉત્સવો, દરગાહમાં ચડાવવાની ફૂલોની ચાદર, મરણ પ્રસંગોએ શ્રધ્ધાંજલિ વગેરે જગ્યાએ સુગંધિત દેશી ગુલાબનું ખૂબ મહત્વ છે અને એટલે તેની માંગ વધી છે અને બજારમાં એની તંગી વર્તાય એવી સ્થિતિ છે તેમ વિશાલભાઈ કહે છે.

રાજ્ય સરકારનો બાગાયત વિભાગ ફ્લોરીકલ્ચર એ ફૂલોની ખેતીને પ્રોત્સાહન આપે છે. વડોદરા ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી યોગેશભાઈ જણાવે છે કે, મુખ્યત્વે ફૂલોની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે નાના અને મોટા ખેડૂ ને માપદંડો પ્રમાણે હેકટર દીઠ વાવેતર સહાય આપવામાં આવે છે. જે કોઈ ખેડૂતોને આ સહાય મેળવવી હોય એ લોકો એ કચેરી નો સંપર્ક કરીને લાભ મેળવી શકે છે.