વડોદરાનાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને કરે છે લાખોની કમાણી- આ લેખ તમામ ખેડૂતો માટે પ્રેરણાદાયી

618
Published on: 3:09 pm, Mon, 4 April 22

આજના ખેડૂતો પારંપરિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી પર વધારે ભાર આપી રહ્યાં છે. ખેડૂતો(farmers) ઓર્ગેનિક ખેતી કરીને લાખોની કમાણી કરે છે. રંગ અને દેખાવમાં ખૂબ આકર્ષક અને પોષણથી સમૃદ્ધ થોરના ફળ ડ્રેગન ફ્રૂટ એટલે કે, કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021-22ના બજેટમાં રૂપિયા 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાતમાં કચ્છ અને વડોદરામાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે
આપણા દેશમાં આજથી 31 વર્ષ પહેલા એટલે કે 1990માં ડ્રેગન ફ્રૂટ આવ્યું હતું. આ ફ્રુટને ગુજરાતમાં કચ્છ અને વડોદરાની આસપાસ લાલ ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે. જેનુ નામ કમલમ કરવામાં આવ્યું છે. જ્યારે માર્કેટમાં મળતા અંદરથી સફેદ અને પીળા ફ્રૂટને ડ્રેગન ફ્રૂટ જ કહેવાય છે.

આજથી 300 વર્ષ પહેલા આ ફળની ખેતી વિયેતનામમાં શરૂ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં પહેલાં માત્ર 3 ખેડૂતો દ્વારા કમલમ ફળની ખેતી શરૂ કરવામાં આવી હતી. હવે 70 જેટલા ખેડૂતો સરકારી સહાયનો લાભ લેવા સાથે આ ખેતીમાં નફાનું ધોરણ ઉંચુ, 20 વર્ષ સુધી એકધારી આવક અને ભારે માંગના કારણે કમલમ ફળની ખેતી શરૂ કરવા માટે આગળ આવ્યા છે.

પીળા ડ્રેગન ફ્રૂટ(Dragon Fruit)
વડોદરા જિલ્લાના વેમાર ગામના ખેડૂતે પીળા કલરના કમલમ ફળની ખેતી કરી છે. આ ફળ હાલમાં મુખ્યત્વે આયાત કરવામાં આવે છે. વડોદરા જિલ્લામાં કમલમ ફળની ખેતીની વાત કરીએ તો રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની સરખામણીમાં ધીમા વેગે પરંતુ મક્કમ ડગલે આ ગુણોની ખાણ જેવા થોરના વેલા પર લાગતા ફળની ખેતી વિસ્તરી રહી છે.

વડોદરા જિલ્લામાં 15 જેટલા ખેડૂતો કમલમ ફળની ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જેમાં વેમાર ગામના ખેડૂત જયેન્દ્રભાઇ પટેલે 5 એકરમાં કમલમ ફળની ખેતી કરી છે. જે પૈકી અડધા એકર જમીનમાં પ્રતિ ફળ રૂપિયા 500માં વેચાણ થાય તેવા પીળા કલરના કમલમ ફળની ખેતી કરી છે.

સામાન્ય રીતે લાલ કલરના કમલમ ફળની ખેતી ખેડૂતો કરી રહ્યા છે. અને તે પ્રતિ ફળ રૂપિયા 200થી રૂપિયા 250માં વેચાણ થાય છે. વેમાર ગામના ખેડૂત જયેન્દ્રભાઇ પટેલ અને નાના કરાળા ગામના ખેડૂત ઇન્દ્રવદનભાઇ પટેલે જણાવ્યું કે, કમલમ ફળની ખેતી સામાન્ય ખેડૂત માટે કરવી મુશ્કેલ છે. કારણ કે, શરૂઆતમાં રૂપિયા 15થી 20 લાખ ખર્ચ આવે છે. થાભલા અને રીગો સહિત અન્ય ચિજવસ્તુઓમાં 18% GST લાગે છે.

15 જેટલા ખેડૂતોને સફળતા મળી
કમલમ એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તેનું નિયમિત સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ બીપી અને હાર્ટ ડિસિઝ માટે અક્સીર છે. જ્યારે ફાઇબર્સ પાચન શક્તિ વધારે છે. પહેલીવાર ડ્રેગન ફ્રૂટ માટે અમલી બનેલી વાવેતર સહાય યોજનાનો લાભ પહેલા વર્ષે જ મેળવવા જિલ્લાના 30થી વધુ ખેડૂતોએ અરજી કરી છે, જેમના વાવેતર વિસ્તાર સહિત જરૂરી ચકાસણી કરી અરજીઓની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. વડોદરા જિલ્લાના અંદાજે 15 જેટલા ખેડૂતોને પ્રમાણમાં સારી કહેવાય એવી સફળતા મળી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…