‘ભારત બંધ’ એલાન: કૃષિ કાયદાના વિરોધમાં ઉતર્યા ખેડૂતો, હાઈવે પર કર્યો ચક્કાજામ- જુઓ LIVE દ્રશ્યો

Published on: 10:12 am, Tue, 28 September 21

છેલ્લા 1 વર્ષ કરતા પણ વધુ સમયથી દેશમાં ખેડૂતોનું મોદી સરકારના કાયદાની વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ આંદોલને હાલમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય એવા એંધાણ જણઈ રહ્યા છે કારણ કે, 3 કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ચાલી રહેલ આંદોલનની વચ્ચે 27 સપ્ટેમ્બરનાં રોજ ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે.

સંયુક્ત કિસાન મોરચા વતી આ બંધને કોંગ્રેસ તથા આદમી પાર્ટી સહિત કેટલાક વિપક્ષી દળ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. ખેડૂત નેતા વિજેન્દર સિંહ રતીયાએ રવિવારણા રોજ ટિકરી બોર્ડર પર જણાવ્યું હતું કે, 27 સપ્ટેમ્બરનાં રોજ સમગ્ર ભારત બંધ રહેશે. હરિયાણા, પંજાબ, દિલ્હી સહિત ઉત્તરપ્રદેશ તેમજ રાજસ્થાનમાં આ બંધની અસર જોવા મળી રહી છે.

બિહારમાં વૈશાલી-આરામાં RJDના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા:
બિહારમાં ડાબેરીઓની સાથે મહાગઠબંધન, આરજેડી તથા કોંગ્રેસ દ્વારા પણ ભારત બંધને ટેકો આપવામાં આવી રહ્યો છે કે, જેમાં મહાગઠબંધન દ્વારા બિહારને લગતા કેટલાક પ્રશ્નો પણ ઉમેરી દેવામાં આવ્યા છે. જેમ કે, રોજગારીના વચનનો પ્રશ્ન, યોજનામાં કૌભાંડનો પ્રશ્ન, જાતિ વસ્તી ગણતરીનો પ્રશ્ન વગેરે. આજે સવારથી જ આરજેડી, કોંગ્રેસ તથા ડાબેરી પક્ષોના કાર્યકરો રસ્તા પર ઉતરી ગયા છે ત્યારે આંદોલનકારીઓ વાહન વ્યવહાર ખોરવી રહ્યા છે.

ભારત બંધ વખતે ખેડૂતોએ મુખ્યત્વે દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા હરિયાણામાં પોતાનું પ્રદર્શન તેજ કર્યું છે. ખેડૂતોએ દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર, શંભુ બોર્ડર બ્લોક કરી દીધી છે. જ્યારે દિલ્હી-અમૃતસર, દિલ્હી-અંબાલા સહિત કેટલાક માર્ગ પણ ખેડૂતો દ્વારા બ્લોક કરી દેવાયા છે.

દિલ્હી મેટ્રોએ પંડિત શ્રી રામ શર્મા સ્ટેશનની એન્ટ્રી-એક્ઝિટ બંધ કરી:
ભારત બંધના એક દિવસ અગાઉ જ એટલે કે, રવિવારનાં રોજ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, હું ખેડૂતોને વિનંતી કરું છું કે તેઓ આંદોલન છોડીને વાતચીતનો માર્ગ સ્વીકારે. સરકારે જણાવ્યું હતું કે, કૃષિ કાયદા અંગે તેમની સમસ્યાને ધ્યાનમાં લઈ વાતચીત કરવા સરકાર તૈયાર છે. આ અંગે પહેલા પણ ઘણીવાર વાતચિત થઈ ચૂકી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…