ખેડૂતના બાળકો કોલ્ડ ડ્રિંક્સ સમજીને પીય ગયાં ખેતરમાં છાંટવાની દવા- 5 જ મિનીટમાં બંને બાળકોના મોત થતાં પરિવાર વેર-વિખેર

553
Published on: 5:43 pm, Thu, 7 April 22

ઘણીવાર માતા-પિતાની એક ભૂલના કારણે બાળકોનો જીવ ઝોખમમાં મુકાતો હોય છે. આજના આ લેખમાં આપણે એવી જ એક ઘટના વિશે જાણીશું. આ ઘટના ચંદીગઢના તતલા ગામની છે. આ કિસ્સો હાલમાં થોડા દિવસ પહેલા જ બન્યો છે. જેમાં એક નાના બાળકનું તેની એક ભૂલથી મૃત્યુ થઇ ગયું છે.

બાળકો હંમેશા રમતિયાળ હોય છે અને મસ્તીખોર પણ હોય છે. મળતી માહિતી મુજબ, એક પરિવારના બે બાળકો જેમાં 9 વર્ષની મન્નતપ્રીત કૌર અને6 વર્ષનો જગરૂપ સિંહે. બંને ભૂલમાં રમત રમતમાં કોલ્ડ ડ્રિંક સમજીને ખેતરમાં છાંટવાની દવા પી ગયા હતા.

આ કિસ્સો 14 માર્ચે બન્યો હતો અને તેમાં બંને ભાઈ બહેન શાળામાંથી ઘરે આવ્યા ત્યારે તેમના પિતા બગીચા સિંહ કામે ગયા હતા અને તેમની માતા લખવિંદર પણ બજારમાં ગયા હતા. ત્યારે તેઓને તરસ લાગી હતી અને ઘરે આવતાની સાથે જ ઘરના ખૂણામાં આ દવા પડી હતી.

તેઓએ આ કોલ્ડ ડ્રિંક્સ સમજીને પી લીધી હતી. પછી તેમની તબિયત બગડવા લાગી અને તેમના માતા-પિતાએ તેમને અમૃતસરની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પણ એ સમયે 6 વર્ષના જગરૂપનું સારવાર વખતે અવસાન થઇ ગયું હતું. તેમની દીકરી મન્નતપ્રીતને લુધિયાણાની DMC હોસ્પિટલમાં આગળ લઇ ગયા હતા

અને ત્યાં તેની સારવાર ચાલી રહી હતી. જેમાં 29 મી માર્ચે આ દીકરીએ પણ દુનિયાને અલવિદા કહી દીધું હતું. એક સાથે ઘરમાં કલબલાટ કરતા બાળકોએ દુનિયાને અલવિદા કહી દીધું તો આખા ઘરમાં શોકનો માહોલ બની ગયો હતો આ દુઃખ માતાથી સહન ન થતા માતાની પણ તબિયત બગડી જતા તેની પણ સારવાર ચાલી રહી છે. આમાં એક નાની ભૂલ અને પળવારમાં આખો પરિવાર વેર-વિખેર થઈ ગયો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…