એક વીઘામાં 400 મણ પાકનું ઉત્પાદન કરી રહ્યા છે ખેડૂતો- જુઓ કેવી રીતે?

Published on: 6:58 pm, Sun, 22 August 21

આજના ખેડૂતોએ ખેતીક્ષેત્રે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. દેશના ઘણા ખેડૂતો એવા છે જેઓ કરોડોની કમાણી કરી રહ્યા છે. હાલ આવા જ એક સમાચાર સામે આવ્યા છે જેમાં માત્ર એક જ વીઘામાં 400 મણ સૂરણનું ઉત્પાદન કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ગ્રામભારતી ખાતે વર્ષોથી સુરણની ખેતી કરવામાં આવી રહી છે. આશરે ૧૭ વર્ષથી અહીંયા સુરણની ખેતી થઈ રહી છે. 9 મહિના પહેલા એક વિભાગમાં સુરણ નું વાવેતર થયું હતું અને આજે તેજ વિધાથી 400 મણ ઉત્પાદન થયું છે અને થઈ રહ્યું છે. ખૂબ જ ઓછા ખેડૂતો હશે કે પોતે સુરણની ખેતી કરતા હશે. પરંતુ સુરણની ખેતી દ્વારા ખેડૂતો બમણી કમાણી કરી રહ્યા છે. જો સુરણની ખેતી ની વાત કરીએ તો આ પ્રકારની ખેતી માટે ભેજયુક્ત વાતાવરણમાં હોવું જોઈએ.

પ્રાઇવેટ કંપનીના સહયોગથી માણસા અને દહેગામ તાલુકાના ખેડૂતોએ હળદરની ખેતી શરૂ કરી હતી. ત્યારે જિલ્લાના ગ્રામભારતી ખાતેની સંસ્થા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સુરણની ખેતી કરવામાં આવી રહી છે. ગ્રામભારતી ના બી.આર.એસ કોલેજ ના શરમ સંયોજકે જણાવ્યું હતું કે, અમારી આ સંસ્થા ખેતી સંબંધિત શિક્ષણ આપી રહી છે અને છેલ્લા ૧૭ વર્ષથી સુરણની ખેતી કરવામાં આવે છે. સુરણની ખેતી માત્ર એક વીઘામાં પ્રાયોગિક ધોરણે જ કરવામાં આવે છે. જોકે સુરણની ખેતી માટે ભેજયુક્ત વાતાવરણમાં હોવું ખૂબ જ જરૂરી છે, તેના જ કારણે ઉત્પાદનમાં ફરક આવે છે. જો સતત વરસાદ આવે તો સૂરણના પાકમાં સડો લાગે છે અને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

કઈ જમીન સુરણની ખેતી માટે વધુ લાભદાયક
સુરણની ખેતી માટે ચીકણી અને કાળી જમીન કરતા ગોરાળુ જમીન સૌથી વધારે અનુકુળ સાબિત થઈ છે. મહત્વની વાત તો એ છે કે સુરણની ખેતી માં કોઈ પ્રકારના રોગ કે જીવાતોનો ઉપદ્રવ થતો નથી તેના કારણે કોઈ પ્રકારની દવા કે રાસાયણિક ખાતર જાણવાની જરૂર પડતી નથી. સંસ્થાના પુરા ભાઈએ જણાવ્યું હતું કે ગ્રામભારતી દ્વારા સુરણની સંપૂર્ણ ખેતી ઓર્ગેનિક જ કરવામાં આવે છે.

ભુરાભાઈ એ જણાવતાં કહ્યું હતું કે ગ્રામ્ય સંસ્થા સુરણની ખેતી ની સાથે સાથે બટાટા અને ૧૦ જેટલા કંદમુળની પણ ખેતી કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામભારતી સંસ્થા સૂરજની સાથે સાથે બટાટા શક્કરીયા હળદર રતાળુ અળવી આદુ અલગ-અલગ પ્રકારની હળદર ટેપીયોકા સહિતના કંદમુળની ખેતી કરે છે. સૂરજની સાથે સાથે બટાટા અને શક્કરિયાની પણ એક જ વીઘા માં ખેતી થાય છે અને સારું ઉત્પાદન મળે છે.