
સફરજન એ ભારતમાં એક લોકપ્રિય ફળ છે. તેની ખેતી એક નફાકારક માનવામાં આવે છે. તમે પણ ઘણા પ્રકારનાં સફરજન જોયા અને ખાધા હશે, પરંતુ આજે અમે તમને એક ખાસ પ્રકારના સફરજન વિશે જણાવી રહ્યા છીએ. તમે આ સફરજન વિશે ભાગ્યે જ સાંભળ્યું હશે, કારણ કે તેનો રંગ લાલની જગ્યાએ કાળો છે.
કાળા સફરજનની ખેતી દરિયા સપાટીથી આશરે કુલ 3,100 મીટરની ઊચાઇએ થાય છે. દિવસ અને રાત્રિમાં આવા વિસ્તારોનું તાપમાન ઘણીવાર અલગ હોય છે. આ જ કારણ છે, કે દિવસ દરમિયાન સૂર્યમાંથી પ્રાપ્ત થતી અલ્ટ્રા વાયોલેટ કિરણો તેને કાળા બનાવી દે છે.
કાળા સફરજનને દુર્લભ જાતોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તે તિબેટના પહાડો પર ઉગાડવામાં આવે છે અને સ્થાનિક લોકો તેને ‘હુઆ નીયુ’ તરીકે ઓળખે છે. ખેડૂતો માટે આ સફરજનની ખેતી બમ્પર પ્રોફિટ છે, તેથી જ તેને ‘બ્લેક ડાયમંડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સફરજનને બેઇજિંગ, શાંઘાઇ, ગુઆંગઝો અને શેનઝેન બજારોમાં વધુ માંગ રહેલી છે.
તમને જાણીને આશ્ચર્ય થશે, કે માત્ર 1 જ સફરજનની કિંમત કુલ 500 રૂપિયા છે. ભારતમાં આ સફરજન લાવવાનાં પ્રયાસો ચાલુ છે.અહી નોંધનીય છે, કે હાલમાં ભારતમાં સેંકડો વિદેશી અને દેશી જાતનાં સફરજન ઉગાડવામાં આવે છે. હિમાચલમાં કુલ 200 થી પણ વધુ સફરજનની મોટાભાગની જાતોની ખેતી કરવામાં આવે છે.
માત્ર અમેરિકાની કુલ 70 થી વધુ જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. આવી સ્થિતિમાં અપેક્ષા કરવામાં આવે છે, કે કાળા સફરજનને ભારતીય બજારોમાં વર્ણસંકર બનાવીને લોન્ચ કરી શકાય છે.નિષ્ણાતો માને છે, કે અહીંના ઘણા પ્રદેશોનું વાતાવરણ કાળા સફરજનની ખેતી માટે યોગ્ય છે.
હાલમાં USA, UK, ઇઝરાઇલ, રશિયા, ચીન, આર્જેન્ટિના જેવાં ઘણાં દેશોનાં સફરજનની ખેતી ભારતમાં સફળ રહી છે અને આજે તેનાથી ખેડુતોને મોટો ફાયદો પણ મળી રહ્યો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…