
જયારે સમગ્ર દેશમાં મોટાભાગનાં ખેડૂતોને પાકનો સમય થાય ત્યારે પાકની કિંમતો બજારમાં તળીયે આવી જતા હોવાની ઘણી બધી ફરિયાદ જોવા મળતી હોય છે. આવા પ્રકારની સ્થિતિ સર્જાય ત્યારે ખેડૂતોની પાક પેદા કરવાની મહેનત અને ખર્ચ પાણીમાં જતો રહે છે.
જેને પરિણામેં ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ જતા હોય છે. કેટલાક કિસ્સામાં તો ખેડૂતો કંટાળીને આત્મહત્યા કરવા માટે પણ મજબુર બનતા હોય છે. એક તરફ મોંઘવારીને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે, બીજી તરફ ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો.
Maharashtra | Nashik and Aurangabad farmers dumped tomatoes on the road yesterday after prices crashed to Rs 2-3 per kg in the wholesale market pic.twitter.com/bmJ5AwKceM
— ANI (@ANI) August 27, 2021
મહારાષ્ટ્રના નાસિક અને ઓરંગાબાદના ખેડૂતો જથ્થાબંધ બજારમાં પ્રતિ કિલો 2-3 રૂપિયા મળતા હોવાથી તેમના ટામેટા રસ્તા વચ્ચે ફેંકી રહ્યા છે. છૂટક બજારની વાત કરવામાં આવે તો ટામેટાના ભાવ 25 થી 30 રૂપિયા પ્રતિ કિલો ચાલે છે.
ઔરંગાબાદ જિલ્લાના ગંગાપુર તાલુકાના ખેડૂતોએ લાસૂર સ્ટેશન પર ટામેટાથી ભરેલ ટ્રેક્ટર ટ્રોલી સાથે આવ્યા હતા અને તેને ટમેટાને હાઈવે પર ફેંકવાનું શરૂ કર્યું હતું. શિલેગાંવ પોલીસ સ્ટેશનના પ્રભારી રવિદ્રા ખાંડેકરે જણાવ્યું હતું કે, “ખેડૂતો ટ્રેક્ટરની ટ્રોલીમાં ટામેટાં લઈને લાસુર સ્ટેશન પર વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.
તેઓએ તેમના ટામેટાંને હાઇવે પર ફેંકવાનું શરૂ કર્યું હતું. જેને લીધે ત્યાથીં પસાર થતા વાહનોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર આ બાબત પર ધ્યાન આપે તથા જો ભવિષ્યમાં પણ દર આટલા નીચા રહેશે તો તે ખેડૂતોને વળતર આપવામાં આવશે.
APMC ના આંકડા પ્રમાણે, ઓગસ્ટ માસમાં મહારાષ્ટ્રનાં ટામેટાનો જથ્થાબંધ ભાવ 750.63 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. જ્યારે ગયા વર્ષે આ મહિનામાં ટમેટાનો ભાવ 2017.77 પ્રતિ ક્વિન્ટલ હતો. આ વર્ષે જુલાઈમાં ટામેટાનો જથ્થાબંધ ભાવ 1044.67 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…