આ છે દેશના સૌથી ધનવાન પશુપાલક- દૂધ વેચવા ખરીદ્યુ 30 કરોડનું હેલીકોપ્ટર

175
Published on: 3:49 pm, Wed, 18 August 21

હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને કદાચ તમને પણ વિશ્વાસ નહીં થાય. ‘બેટા નોકરી ન લાગતી હોય તો દૂધ વેચવાનું શરૂ કરી દો.’ આ વાક્ય સાંભળીને કોઈ શિક્ષિત છોકરો નારાજ થઈ શકે છે. તેઓ કહેશે કે, ‘શું હવે હું દૂધવાળો બની જઉ? હું આવા નાના કામો નહી કરી શકું?’ પણ બેટા, કોઈ કામ નાનું અથવા મોટું નથી હોતુ.

જો તમે તમારું કામ મહેનતથી કરો તો પછી તમે તેમાં પણ ખુબ કમાણી કરી શકો છો. હવે આ દૂધવાળાને જ જોઈ લો કે, જેમણે તેના દૂધના ધંધા માટે 30 કરોડનું હેલિકોપ્ટરની ખરીદી કરી છે. આપને દેશના સૌથી ધનિક દૂધવાળાનો પરિચય આપવા માટે જઈ રહ્યા છીએ. જેનું નામ જનાર્દન ભોઇર છે.

જેઓ મહારાષ્ટ્રમાં આવેલ ભિવંડીમાં રહે છે. તે દૂધનો વેપારી તથા ખેડૂત છે. આની સિવાય તેમનો રિયલ એસ્ટેટનો વ્યવસાય પણ છે. તેમની પાસે 100 કરોડથી વધુની સંપત્તિ રહેલી છે. તેઓએ દૂધ વેંચીને ખેતી કરીને આ બધુ બનાવ્યું છે. થોડા સમય અગાઉ જનાર્દન ભોઇરે પોતાનો દૂધનો ધંધો કરવા માટે 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદ્યું હતું.

સામાન્ય રીતે અંબાણી-અદાણી જેવા અબજોપતિ ઉદ્યોગપતિઓની સાથે ખાનગી હેલિકોપ્ટર રાખે છે પણ દૂધવાળાનું હેલિકોપ્ટર ખરીદવું એ પોતાનામાં ચોંકાવનાર સમાચાર છે. દૂધ કારોબારી જનાર્દન ભોઇરે પોતાના ધંધાના સંબંધમાં દેશ-વિદેશના કેટલાય રાજ્યોમાં જવું પડતું હોય છે.

મુસાફરી કરવામાં ઘણો સમય વ્યતીત થાય છે ત્યારે સમયની બચત કરવા એમણે એક હેલિકોપ્ટરની ખરીદી કરી છે. આટલું જ નહીં પણ તેણે પોતાની 2.5 એકર જમીનમાં હેલીપેડ પણ બનાવડાવ્યુ છે. આની ઉપરાંત અહીં પાઇલટ રૂમ તથા ટેકનિશિયન રૂમ પણ બનાવવામાં આવ્યો છે. હેલિકોપ્ટર માટે રાઉન્ડ સ્ટ્રીપ્સ તથા બીજી વસ્તુઓ પણ બનાવવામાં આવી છે.

જનાર્દન ભોઇર સૌપ્રથમવાર હેલિકોપ્ટર લાવ્યા ત્યારે તેને જોવા માટે આજુબાજુ લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. ગામલોકો એમાં બેસવા માંગતા હતા. આમ તો, જનાર્દન ભોઇરે કેટલાક લોકોને તેમના હેલિકોપ્ટરમાં ફરવા માટે પણ લઈ ગયા છે. મહિનાના 15 દિવસ ડેરી વ્યવસાયને લીધે જનાર્દન પંજાબ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન જતા રહેતા હોય છે.

એકબાજુ રાજ્ય સરકાર દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટે ખેડૂતોને સબસિડી આપી રહી છે. બીજી બાજુ, દૂધના કેટલાક વેપારીઓ તકનીકી વસ્તુઓની મદદ લઇને દૂધના ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છે ત્યારે હાલમાં ખૂબ જ આધુનિક તકનીક આવી છે કે, દૂધ દોહવાથી લઈને ગ્રાહકનાં વાસણમાં પહોંચાડવા સુધીના કામ માટે તેને હાથ લગાવવાની જરૂર પડતી નથી.