જયારે લોકડાઉનમાં આખો દેશ ઘરની ચાર દીવાલમાં કેદ હતો, ત્યારે આ ખેડૂતોએ કરી લીધી કરોડોની કમાણી- જુઓ કેવી રીતે

507
Published on: 3:01 pm, Mon, 31 January 22

માર્ચ 2020 માં, કોવિડ 19 ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉનની અચાનક જાહેરાતને કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ઘણા લોકોનું જીવન ઠપ થઈ ગયું હતું અને તેની વ્યાપાર પર પણ નોંધપાત્ર અસર પડી હતી. મહારાષ્ટ્રના અહેમદનગરમાં ખેડૂતોની સ્થિતિ અલગ નહોતી. જે ખેડૂતો મુંબઈ, પૂણે અને અન્ય પડોશી શહેરોમાં શાકભાજી અને ફળો વેચતા હતા તેમની પાસે અચાનક જ શાકભાજીનો મોટો સ્ટોક હતો. તેમની ઉપજ વેચવા માટે કોઈ બજાર નહોતું. ત્યાર પછી કેટલાક ખેડૂતોએ મળીને ‘ફાર્મર પ્રોડ્યુસર કંપની’ની શરૂઆત કરી હતી.

આજે અમે તમને મહારાષ્ટ્રના અહેમદનગરના એવા જ કેટલાક ખેડૂતોની કહાની જણાવીશું, જેમણે મુશ્કેલીના આ સમયમાં માત્ર નવા વિચારો જ નહીં પરંતુ સંકટના સમયને તકમાં બદલ્યા છે. આ વિસ્તારના લગભગ એક ડઝન ખેડૂતો વોટ્સએપ દ્વારા જોડાયેલા છે અને એક યોજના હેઠળ ભેગા થયા છે. એપ્રિલ 2020માં, તેઓ બધા પરંપરાગત મધ્યસ્થીઓ અને ખરીદદારો પર આધાર રાખવાને બદલે ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરવા માટે સોશિયલ મીડિયામાં જોડાયા હતા.

લગભગ એક વર્ષ પછી, 2021 માં, જૂથ હવે 480 ખેડૂતોનું સમુદાય બની ગયું છે અને આ ખેડૂતોએ સાથે મળીને ‘KisanKonnect’ નામની કંપની બનાવી છે. આ કંપની દ્વારા તેઓ ગ્રાહકોને સીધું તેમની પેદાશોનું વેચાણ કરે છે. ગ્રાહકો સાથે સીધું જોડાણ કરીને, શાકભાજીના એક લાખ બોક્સ વેચવાની અને રૂ. 6.6 કરોડનું યુનિટ સ્થાપવાની યોજના ધરાવે છે.

11 થી 480 સુધી પહોચવાનું સફર:
જુન્નરના 39 વર્ષીય ખેડૂત અને જૂથના સ્થાપક સભ્ય મનીષ મોરે કહે છે, કે “આ વિસ્તારના ખેડૂતો પહેલેથી જ સોશિયલ મીડિયા પર એકબીજાના સંપર્કમાં હતા અને ઉકેલો પર વિચાર કરી રહ્યા હતા. એકવાર આવશ્યક ચીજવસ્તુઓ માટેની ચળવળ શરૂ થઈ જયારે 11 ખેડૂતોએ ડિજિટલ માર્કેટ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું હતું” મનીષે કૃષિ અને બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન (B.Sc.) કર્યું છે. તેણે બિગ બજાર અને રિલાયન્સ જેવી રિટેલ કંપનીઓ સાથે પણ કામ કર્યું છે. તેનું કહેવું છે કે સારી રીતે જાણતો હતો કે આ કંપનીઓ ખેડૂતો પાસેથી શું ઈચ્છે છે. મનીષ સમજાવે છે કે તે કંપનીની નીતિઓથી પણ વાકેફ હતો, જે હંમેશા ખેડૂતોની તરફેણમાં હોતી નથી. ખાદ્ય ઉત્પાદકો હંમેશા કોર્પોરેટ્સ દ્વારા માંગવામાં આવતી શાકભાજીની સંપૂર્ણ સૂચિ પ્રદાન કરવામાં સક્ષમ નથી.

મનીષે પહેલેથી જ નોકરી છોડી દીધી હતી અને 2008માં ખેતી કરવાનું શરૂ કર્યું હતું. “મેં કંપનીઓ સાથે કામ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યારેય સફળ ન થયો,” તેમજ તેનું કહેવું છે કે બજાર વિશેની તેમની સમજને કારણે તેઓ આ બે સ્તરો વચ્ચેના તફાવતને સારી રીતે સમજી શક્યા હતા. છૂટક વિક્રેતાઓ પર આધાર રાખવાને બદલે, તેમણે અન્ય ખેડૂતોને સીધા ગ્રાહકો સુધી પહોંચવાનું સૂચન કર્યું હતું.

એપ્રિલમાં, અમે અમારા સોસિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા મુંબઈ અને પુણેની ઘણી રહેણાંક સોસાયટીઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે બીજા લોકો અમારા વિશે જાણવા લાગ્યા હતા. અમે 100 રહેણાંક સોસાયટીઓના સંપર્કમાં આવ્યા, જ્યાં અમે કોઈપણ વચેટિયા વગર દર અઠવાડિયે શાકભાજીની ટોપલીઓ સપ્લાય કરીએ છીએ. તેમજ 4 કિલોથી 12 કિલો સુધીના બોક્સ સપ્લાય કરવામાં આવે છે. વિવિધ સાઈઝના બોક્સમાં અમે એક જ માત્રામાં વિવિધ પ્રકારના શાકભાજી આપતા હતા. ત્યાર પછી અમે ‘વેજીટેબલ બાસ્કેટ’ ઉપરાંત ‘ફ્રુટ બાસ્કેટ’ અને ‘ઇમ્યુનિટી બાસ્કેટ’ સપ્લાય કરવાનું શરૂ કર્યું. ઇમ્યુનિટી બાસ્કેટમાં આવા ઘણા શાકભાજી હતા, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે. મનીષએ વધુમાં કહ્યું છે કે અમે ગ્રાહકોની માંગ પ્રમાણે બોક્સ બનાવવાનું પણ શરૂ કર્યુ હતું.

24 કલાકમાં તાજા શાકભાજીની ડિલિવરી:
અહેમદનગર જિલ્લાના રાથાના અન્ય એક MBA ખેડૂત શ્રીકાંત ધોકચાવાલાનું કહેવું છે કે ‘ડાયરેક્ટ સેલિંગ કન્સેપ્ટ’, ગ્રાહકોને સીધું ઉત્પાદન વેચવાની વિભાવનાએ વચેટિયાઓને દૂર કરી દીધા છે. અમે એક નવું ડિલિવરી મોડલ બનાવ્યું છે, જેના હેઠળ અમે ફળો અને શાકભાજીને સુરક્ષિત રીતે પેકેજિંગ કરી રહ્યા છીએ. તેમને 24 કલાકથી ઓછા સમયમાં ગ્રાહકના ઘર સુધી પહોંચાડીએ છીએ.

લોકડાઉનના શરૂઆતના મહિનાઓ દરમિયાન શાકભાજી ખરીદવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારે મારા એક મિત્રએ મને આ કંપની વિશે જણાવ્યું અને મને અહીંથી શાકભાજી ખરીદવાની સલાહ આપી હતી. છેલ્લા છ મહિનાથી હું તેમનો નિયમિત ગ્રાહક બની ગયો છું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…