ફક્ત અઢી વીઘા માંથી સૌરાષ્ટ્રના આ ખેડૂતે કેળાંની ઓર્ગેનિક ખેતીમાંથી એટલું ઉત્પાદન મેળવ્યું કે, ચારેબાજુ થવા લાગ્યા વખાણ

179
Published on: 4:20 pm, Thu, 26 August 21

રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાના ઉપયોગથી થતી ખેતીથી જમીનમાં રહેલ ફળદ્રુપતા નાશ પામવા લાગી છે પણ ખેડૂતો ઓર્ગેનિક ખેતી બાજુ વળે તો એના પરિણામો કેવા મળી શકે તે કોડીનારમાં આવેલ દેવળી ગામના જીતુભાઇ સોલંકી નામના ખેડૂતે સાર્થક કરી બતાવ્યું છે. તેઓએ પોતાની કુલ 2.5 વીઘા જમીનમાં ગૌમુત્ર તેમજ દેશી ખાતરના ઉપયોગથી કેળાની ખેતી કરી છે. એમની ધારણા હતી કે, કેળાના એક વૃક્ષ દીઠ કુલ 20 કિલો ઉત્પાદન આવશે પણ કુલ 40 કિલો સુધીનું ઉત્પાદન થતા આવકમાં બ્ધારો થયો છે. પ્રથમ વર્ષે જ તેઓએ કુલ 25 ટન કેળાનું ઉત્પાદન મેળવ્યું હતું. આ ઝેરમુક્ત કેળાનો બજારમાં ભાવ ખુબ સારો મળી રહ્યો છે.

માત્ર 1 વીઘામાં કુલ 800 કેળના વૃક્ષ :
થોડા સમય પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથમાં પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોડીનાર તાલુકામાં આવેલ દેવળી ગામના જીતુભાઈ સોલંકીના મોડલ ફાર્મમાં કેળાનું નોંધપાત્ર ઉત્પાદન થતા બીજા ખેડૂતો કેળાની ખેતી બાજુ પ્રેરિત થયા છે. જીતુભાઈ બીજા ખેડૂતોને કેળાની ખેતીમાં મળેલ સફળતા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. જીતુભાઈ કહ્યું હતું કે, એમણે રોણાજ ગામ નજીક ખેતીની જમીન છે એમાં કેળનું વાવેતર કરવામાં આવ્યું છે. માત્ર 1 વીઘામાં કુલ 800 કેળના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. પહેલાં જ વર્ષે કુલ 25 ટન કેળાનો ગીર ગાય આધારિત ખેતીથી ઉતારો આવ્યો છે. બીજા વર્ષે જમીન વધારે ફળદ્રુપ થતા કેળાનું ઉત્પાદન બમણું થયું છે.

અમુક વૃક્ષમાં કુલ 50 કિલોની લુમો જોવા મળી રહી છે :
પ્રથમ વર્ષે કુલ 2 લાખ રૂપિયાના કેળાનું વેચાણ થઈ ચૂક્યું છે. બીજા લોકોના કેળાના ભાવ કુલ 20 કિલોગ્રામના માત્ર 180 રૂપિયા આવતા હોય છે ત્યારે એમણે ખેતરમાં જ વેપારીઓ દ્વારા કુલ 250થી વધારે ભાવ મળે છે. જીતુભાઈ જણાવતાં કહે છે કે, પ્રાકૃતિક ખેતીને કારણે જમીન વધારે ફળદ્રુપ થતા કેળના વૃક્ષ દીઠ કુલ 20 કિલો કેળાના ઉત્પાદનની ધારણા હતી જેમાં વધારો થઈને સરેરાશ કુલ 35 કિલો સુધી પહોંચી ગયું છે.

અમુક ઝાડ પર તો કુલ 50 કિલોની લુમો હાલમાં આ ફાર્મમાં જોવા મળે છે. જે પ્રાકૃતિક ખેતીથી ઝેરમુક્ત કેળા સમાજને આપવાની દિશામાં અગત્યનું યોગદાન રહેલું છે. તેઓએ મુખ્યમંત્રીને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી બાજુ ખેડૂતો જોડાઈ એની માટે ખેતી તંત્રને માર્ગદર્શન આપી રહ્યા છે. જીતુભાઈની સાથે જ એના પિતા તેમજ અન્ય પરિવારજનો પણ ગીર ગાયો રાખીને પશુપાલન પણ સારી રીતે કરી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…