લીચીની ખેતી દ્વારા આ ખેડૂતભાઈ એક એકર દીઠ કરી રહ્યા છે દોઢ લાખની કમાણી

Published on: 10:33 pm, Wed, 18 August 21

મુઝફ્ફરપુરના રહેવાસી કૃષ્ણ ગોપાલ એક એકરમાં લીચીની ખેતી કરે છે. તેની સાથે, તે લીચીના માર્કેટિંગમાં પણ હાથ અજમાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ બંનેને મળીને તેમને એક એકરમાં 1.5 લાખ સુધીનો નફો મળે છે.

લીચીના ફળો છોડની શ્રેણીમાં આવે છે. ભારતમાં ઉત્પાદન થતા આ ફળની માંગ દેશમાં તેમજ વિદેશમાં છે. બિહારનું મુઝફ્ફરપુર લીચીની ખેતી અને નિકાસ માટે પ્રખ્યાત છે. આ માટે સરકાર દ્વારા મુઝફ્ફરપુરમાં લીચી સંશોધન કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્ર ખેડૂતોને લીચીની ખેતી માટે નવી-નવી તકનીકો વિશે માહિતી આપે છે અને તાલીમ પણ આપે છે. આ ટેકનીકોનો ઉપયોગ કરીને ખેડૂતો તેમના નફામાં વધારો કરી શકે છે અને ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના ખેડૂતોની આવકને બમણી કરવામાં પણ યોગદાન પણ આપે શકે છે.

મુઝફ્ફરપુરના રહેવાસી કૃષ્ણ ગોપાલ એક એકરમાં લીચીનું વાવેતર કરે છે.તેની સાથે, તે લીચીના માર્કેટિંગમાં પણ હાથ અજમાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ બંને મળીને તેમને એક એકરમાં 1.5 લાખ સુધીનો નફો મળે છે. સાથે જ તેમનું કહેવું છે કે માંગ વધવાથી નફો પણ વધે છે. કોરોનાવાયરસને કારણે, નફો અત્યારે થોડો ઘટી રહ્યો છે, પરંતુ આવનારા સમયમાં તે ચોક્કસપણે વધશે.

બગીચા ખરીદીને મેળવે છે નફો
આ સિવાય કૃષ્ણ ગોપાલ નાના અને સીમાંત ખેડૂતો પાસેથી લીચીના બગીચા ખરીદવાનું કામ પણ કરે છે. જો તે એક ખેડૂત પાસેથી બગીચો ખરીદે છે, તો તેને તેમાંથી 60 થી 70 હજારનો અલગ નફો પણ મળે છે.

કેવી રીતે કરવી ખેતી
લીચીની ખેતી ગરમી અને વરસાદની ઋતુમાં કરવામાં આવે છે. આ સિઝનમાં લીચીના વાવેતરથી ખેડૂતોને ઘણો લાભ મળે છે. તેની સાથે,લીચીની ખેતી માટે ઘણી રેતાળ અને લોમી માટીની જરૂર પડે છે. આ સિવાય લીચીના છોડને નિયમિતપણે ઘણી સિંચાઈની જરૂર પડે છે. જેથી છોડ વધુ સારી રીતે વિકાસ કરી શકે. કૃષ્ણ ગોપાલ 8 થી 10 ફૂટના અંતરે લીચીનો છોડ રોપે છે, તેમજ ઘરે બનાવેલા ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરે છે, તેની સાથે કિંમતને નિયંત્રણમાં રાખે છે. તેની કિંમત એક એકરમાં લગભગ 60 હજાર છે.

શું ધ્યાનમાં રાખવું
1. નિયમિત સિંચાઈ જરૂરી છે
2. પાણી એક સ્થળે જમા ન રહે તે જરૂરી છે, જેથી વધારે પાણીને કારણે છોડ સડી કે બગડી ન જાય
3. સમય સમયની સાથે નિષ્ણાતની સલાહ લેતા રહેવી અને નિંદામણ પર વિશેષ ધ્યાન રાખો

બજાર ક્યાં છે?
ભારત લીચીના ઉત્પાદનમાં બીજા ક્રમે છે.ભારતમાં બિહાર રાજ્ય પ્રથમ આવે છે. લીચીને બિહાર સરકાર તરફથી GI ટેગ પણ મળ્યો છે. આજકાલ અમેરિકા અને જાપાન જેવા દેશોમાં પણ લીચીનું ઉત્પાદન થઈ રહ્યું છે. લીચી લોકોના મનપસંદ ફળોમાંથી એક છે. તે જડપથી વેચાય છે. અન્ય ઘણી બધી વસ્તુઓ લીચીમાંથી બનાવવામાં આવે છે, તેથી ઘણી કંપનીઓ તેને ખરીદવા માટે ખેડૂતોનો સંપર્ક પણ રાખે છે. કૃષ્ણ ગોપાલનું કહેવું છે કે તેઓ તેમની લીચીનો માલ મુંબઈ સહિત દેશના ઘણા મોટા મહાનગરોમાં માંગ મુજબ મોકલતા રહે છે.