પ્રગતિશીલ ખેડૂતે વિકસાવેલ ઘઉંની શ્રેષ્ઠતમ જાતને સરકાર તરફથી મળી માન્યતા

106
Published on: 7:01 pm, Thu, 12 August 21

હાલમાં ખેતીક્ષેત્રને લઈ એક જાણકારી સામે આવી છે. ઉત્તરાખંડમાં આવેલ નૈનિતાલ જિલ્લાના ખેડૂત નરેન્દ્ર સિંહ મહેરાની અનેક વર્ષોની મહેનત રંગ લાવી છે, તેમના પ્રયાસોને લીધે, ઘઉંની નવી જાત ‘નરેન્દ્ર 09’ ને ભારત સરકાર દ્વારા માન્યતા મળી છે. તેના ટ્રાયલ ઉત્તરાખંડથી રાજસ્થાન સુધી કરવામાં આવ્યા હતા, તમામ જગ્યાએ ખુબ સારા પરિણામ જોવા મળ્યા છે.

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલ હલ્દવાની બ્લોકના મલ્લદેવાલા ગામના વતની નરેન્દ્ર સિંહ મહેરા એક સફળ ખેડૂત તરીકે જાણીતા બન્યા છે. ભૂગોળમાં અનુસ્નાતક તથા પીજી ડિપ્લોમા ઇન ટુરિઝમ છે, તેઓ કૃષિ ક્ષેત્રે નવા પ્રયોગ કરતા રહેટા હોય છે.

અન્ય ઘઉં કરતાં વધારે સારી ડૂંડીઓ બને છે. ઘઉંનું વજન વધારે આવે છે. છોડ ખૂબ મજબૂત છે. વધુ પવન તથા વરસાદમાં ઢળી પડતા નથી.  ડૂંડીમાં બીજી જાતોના 50-55 દાણાની સામે નરેન્દ્રમાં 70-80 અનાજના દાણા સુધી પહોંચે છે. વર્ષ 2013માં નરેન્દ્રએ RR-21 જાતના ઘઉંનું વાવેતર કર્યું હતું.

જેમાં 3 છોડ જૂદા-જુદા દેખાઈ આવ્યા હતા. તેની ડૂંડી પણ અલગ હતી. તેને અલગ તોડીને બિયા સાચવીને બીજા વર્ષે તેનું વાવેતર કરવામાં આવ્યું હતું.  થોડા વર્ષોમાં 80 કિલો બીજ થઈ ગયા હતા.

80 કિલો બિયારણ ભેગા કર્યા પછી નરેન્દ્ર સિંહે તેને બીજા ખેડૂતોને વાવવા માટે આપી દીધા છે. નરેન્દ્ર સિંહ જણાવે છે કે, “અધિકારીઓ ખેડૂતોનો સંવાદ કરતાં હતા ત્યારે મેં મારા પોતાના એક છોડની વાત આ અધિકારીઓને કરી હતી. મને અભિપ્રાય આપ્યો હતો કે, પેટન્ટ કરાવવું જોઈએ. હું પંતનગર કૃષિ યુનિવર્સિટીમાં ગયો ત્યારે જણાવાયું હતું કે, તે બે જગ્યાએ વાવવામાં આવશે, એક યુનિવર્સિટીમાં અને એક ખેડૂતના ખેતરમાં. તેના પ્રયોગો સફળ રહ્યાં હતા.”

વર્ષ 2017 માં, નરેન્દ્ર સિંહે જ્યોલીકોટ દ્વારા છોડની વિવિધતા તથા ખેડૂત અધિકાર સંરક્ષણ સત્તામંડળને મોકલવામાં આવી હતી કે, જ્યાં નવેમ્બર વર્ષ 2017 માં નોંધાણી કરવામાં આવી હતી. આગળની પ્રક્રિયા માટે, એવું કહેવાયું હતું કે, તે પંત નગર કૃષિ યુનિવર્સિટી તથા કૃષિ સંશોધન કેન્દ્ર,  ગ્વાલદામમાં તેના પ્રયોગ કરાયા હતા.