જુનાગઢનાં આ ખેડૂતભાઈએ એવી શોધ કરી બતાવી કે, સેકંડો ખેડૂતોનાં ખર્ચ અને સમયમાં થશે ભરપુર બચત

261
Published on: 10:03 am, Tue, 5 October 21

મોટાભાગના ખેડૂતો હાલમાં ટેકનોલોજીની મદદથી આધુનિક ખેતી કરતા થયા છે જયારે કેટલાક પછાત ગામોમાં હાલમાં પણ કેટલાક ખેડૂતો પ્રાચીન પદ્ધતિ પ્રમાણે ખેતી કરી રહ્યા છે ત્યારે હાલમાં એક આનંદનાં તેમજ ગર્વ લઈ શકાય એવા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના એક ખેડૂતભાઈએ પોતાની કોઠા સૂઝથી દેશના ખેડૂતોને ટેક્નોલોજીના માર્ગે વાળ્યા છે.

જૂનાગઢમાં આવેલ વડાલ ગામના ખેડૂત ઉમેશભાઈ દોમડિયાએ ખેતીમાં ઉપયોગી આધુનિક 30 જેટલા મશીનો બનાવ્યા છે. આ મશીનથી ખૂબ જ ઓછો ખર્ચ થાય છે તેમજ મોટાભાગનું કામ યંત્ર તથા ઓજારથી જ કરવામાં આવે છે. ખેતરમાં એક કામની પાછળ વેડફાતો જતો ખુબ લાંબો સમય તથા મોટો ખર્ચ જોઈને ઉમેશભાઈ દોમડિયાએ કંઈ નવું કરવા નક્કી કર્યું હતું.

બાદમાં ખેતરમાં જ ખેતીમાં ઉપયોગી અત્યાધુનિક મશીનોની શરૂઆત કરી હતી. 10 વર્ષના પરિશ્રમના અંતે આ ખેડૂતેભાઈએ 30 એવા મશીનો બનાવ્યા છે કે, જેનાથી 80% સુધીનો ખર્ચ ઘટે તેમજ ઓછામાં ઓછા માણસોથી કામ થઈ શકે છે. IIT નો અભ્યાસ કર્યા પછી ખેતીમાં જોડાયેલા ઉમેશભાઈએ ડુંગળીના વાવેતર માટે ઓનિયન રિ-પ્લાન્ટેશન મશીન બનાવ્યું છે.

જેનાથી એક વીઘા રોપણીની પાછળ મજૂરી સહિતનો 5,000 રૂપિયા સુધી થતો ખર્ચ ફક્ત 600 રૂપિયામાં થઈ જાય છે. પાકમાં દવા છાંટવામાં ખેડૂતોને મુશ્કેલી ન પડે એના માટે ચોમાસું તથા શિયાળુ પાકમાં ટ્રેક્ટર દ્વારા ફક્ત એક જ કલાકમાં 10 વીઘા પાકમાં દવાનો છંટકાવ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આની સાથોસાથ જ ઓરણીમાં મીટર ફિટ કરવામાં આવ્યું છે કે, જેનાથી વાવેતરમાં બિયારણનો દર એકસમાન રહે છે. અનોખી શોધ કરવા બદલ તેમને PM નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી સહિત કૃષિ સંસ્થાઓ દ્વારા 10થી વધારે એવોર્ડ પણ મળી ચુક્યા છે.

8 રાજ્યના ખેડૂતોએ અપનાવી ટેક્નોલોજી:
ખેતી કરવા માટે ખુબ ઉપયોગી એવા 30 મશીન જોઈને દેશના 8 રાજ્યના ખેડૂતોએ પણ આ ટેક્નોલોજી અપનાવી છે. આની માટે સમગ્ર દેશમાંથી ખેડૂતો ઉમેશભાઈને મળવા માટે આવી રહ્યા છે. જો કે, ખેતીમાં ઉપયોગી આટલી મોટી ક્રાંતિ સર્જવા છતાં આ ખેડૂત રૂપિયા લઈને મશીનનું વેચાણ કરતા નથી.

મશીનરી જોઈ નામાંકિત કંપનીઓએ કરી ઓફર:
આધુનિક મશીનોને જોઈ ખેતીના સાધનો બનાવતી કેટલીક નામાંકિત કંપનીના માલિકો દ્વારા આ ખેડૂતભાઈને મળવા આવતા થયા છે. આની સાથે જ પોતાની કંપની સાથે જોડાવવા માટેની ઓફર પણ કરી રહ્યા છે. એમ છતાં ઓફર જતી કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…