ગુજરાતના આ જીલ્લામાં ખેડૂતે બંજર જમીનમાં સોનું ઉગાડ્યું- 15 અલગ-અલગ કલરના તરબૂચની ખેતી કરી લાખની આવક કમાયા

Published on: 4:53 pm, Sun, 9 April 23

સમયની સાથે સાથે ખેડૂતો પણ અપડેટ થઇ રહ્યા છે. બાગાયતી ખેતી તરફ વળેલા ધરતી પુત્રો ટેક્નોલોજીને સાથે જોડીને ખેતી કરી બમણી આવક મેળવી રહ્યા છે. આજે આપણે આવાજ એક ખેડૂત વિષે ચર્ચા કરવાના છીએ, ધ્રાંગધ્રા તાલુકામાં આવેલા નારીચાણા ગામના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત વાવેતર ક્રેવાને બદલે ઝાલાવાડની બંજર જમીનમાં પંદર જેટલા અલગ અલગ કલર અને જાતના તરબૂચ અને ટેટીનું 35 વીઘામાં વાવેતર કર્યું છે અને રૂપિયા 35 લાખની આવક મેળવી છે અને અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે.

ઝાલાવાડની સૂકી ધરા અને બંજર જમીનમાં મુખ્યત્વે એરંડા, કપાસ અને જીરાનું પરંપરાગત રીતે વાવેતર કરે છે અને આવક કરી રહ્યા હોય છે. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે બાગાયત અને રોકડિયા પાકના વાવેતર તરફ વળ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના સહદેવભાઇ જોરૂભાઇ નામના એક ખેડૂતે અંદાજે 35 વીઘા જમીનમાં પંદર જેટલી અલગ અલગ કલર અને જાતનાં ટેટી અને તરબૂચનું સફળતાપૂર્વક વાવેતર કર્યું છે.

લાલ, પીળા સહિતના અલગ અલગ કલરની સક્કરટેટી અને પીળા કલરના તરબૂચ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તરબૂચ અને સક્કરટેટીની ખેતી દ્વારા આ ખેડૂત એક વીઘામાંથી અંદાજે એક લાખ રૂપિયા જેટલી વાર્ષિક આવક મેળવી 35 વીઘાના ખેતરમાં વર્ષે રૂ. 35 લાખની વિક્રમજનક આવક કરી છે. ખેડૂતોને કપાસ અને ઘઉં જેવા પરંપરાગત પાકમાં મોંઘા બિયારણ અને દવાઓના ખર્ચા કર્યા બાદ પણ પૂરતું ઉત્પાદન અને ભાવ મેળવી શકતા નથી. ત્યારે આવા રોકડિયા પાકનું  ઉત્પાદન કરીને ખેડૂતોને વિપુલ ઉત્પાદનની સાથે સારી આવક પણ મળે છે.

ખેડૂત સહદેવભાઇ જોરૂભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં અલગ અલગ પંદર જાતની ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. તેમાં લાલ, પીળાઅને ઉપરથી પટ્ટાવાળા સહિતના ચારથી પાંચ જાતના તરબૂચનું વાવેતર મેં કર્યું છે. આ પાકમાં વિવિધ જાતમાં સુગરનું પ્રમાણ 12%, 13%, 16% અને 19% સુગર એમ અલગ અલગ પ્રકારની ગળપણવાળી ટેટીનું વાવેતર કરવામાં અવાયું છે. તેમણે વધુ વાત કરતા કહ્યું કે, ભાવમાં કિલોએ રૂ. 15, 20, 30 અને 40 જેવા અલગ અલગ ભાવ મળે છે.

સહદેવભાઇ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં અન્ય ત્રણ ખેડૂતોએ આ પ્રકારનું વાવેતર કર્યું છે. કુંતલપુર ગામના અંબારામભાઇ કરસનભાઇ પટેલ સાથે વતા કરતા તેમણે જણાવ્યું કે, એક વીઘે લાખ રૂપિયાની આવક થાય છે. તેમણે કહ્યું કે, પહેલા અમે કપાસ અને જીરાનું વાવેતર કરતા હતા. તેમાં જેટલી આવક થતી હતી એટલો આ વાવેતરમાં નફો વધે છે. તેમણે વધુમાં કહ્યું કે, આ વાવેતરમાં ક્યારેક ટોટલી લોસ પણ થઇ શકે છે એ ખેડૂતે પોતાને ધ્યાન રાખવું પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…