દેશના યુવાનો ખેતી તરફ વળ્યા છે. આજના મોર્ડન યુગમાં પણ યુવાનોએ ખેતી તરફ પોતાના પગલા માંડ્યા છે. તેનું એકમાત્ર કારણ છે ક્યાં છે ખેતીએ કેટલાય લોકોની જિંદગી બદલી નાખી છે. હાલ આવા જ એક યુવકની વાત અહીંયા કરવાના છીએ કે જેમણે પિતાનું મૃત્યુ થતાં, પરિવારને ટેકો કરવા ખેતી તરફ પ્રયાણ કર્યું હતું ને આજે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
પંજાબના રાજપુતા ગામમાં રહેતા ગુરબિર સિંહના પિતાનું અવસાન થતા પરિવારની સારસંભાળ રાખવા પોતાનો અભ્યાસ છોડી ખેતી શરૂ કરી હતી. થોડા વર્ષો પહેલા આ યુવકને ખેતીમાં થોડો પણ ઇન્ટરેસ્ટ ન્હોતો. પરંતુ પરિવારની જવાબદારીને કારણે પોતાનો અભ્યાસ છોડી આ યુવતી ખેતીમાં પોતાનો ઇન્ટરેસ્ટ દાખવ્યો હતો. હાલના સમયની વાત કરીએ તો આજે આ યુવક માટે ખેતી પોતાનો શોખ બની ગયો છે. મરચાની ખેતી દ્વારા આ યુવક આજની તારીખે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરનાર યુવકને વધારે ભણવું હતું, પરંતુ પિતાનું આકસ્મિક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેના કારણે પરિવારની દરેક જવાબદારી આ યુવકના ખંભે આવી ગઈ હતી.
અકસ્માત દરમિયાન આ યુવકની ઉંમર માત્ર ૧૯ વર્ષ હતી. અને તેમના પરિવારમાં ત્રણ ભાઈઓ અને બહેનો હતા અને તેમાં સૌથી મોટા ગુરબીર સિંહ હતા. તેથી પોતાનું ભણતર છોડી આ યુવકે ખેતી તરફ પોતાનું આકર્ષણ દેખાડ્યું હતું. ત્યારબાદ આ યુવક અવારનવાર ખેતીમાં નવા નવા નુસખા અપનાવતા હતા. નવી પદ્ધતિના ઉપયોગથી કહ્યું કે ખેતીમાં સારી સફળતા પ્રાપ્ત કરી હતી. હાલની તારીખે સખત મહેનત અને પરિશ્રમના કારણે આજે ખેતીમાંથી કરોડો રૂપિયાની કમાણી શક્ય થઈ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…