ફેમસ ગુજરાતી અભિનેત્રીએ દુનિયાને કહ્યું અલવિદા – ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયો શોકનો માહોલ

189
Published on: 2:27 pm, Sat, 3 September 22

ટૂંક સમય પહેલા જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો હતો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી કલાકાર હેપી ભાવસારનું 45 વર્ષની ઉંમરે ફેફસાનાં કેન્સરની બીમારીને કારણે નિધન થઇ ગયું છે. હેપી ભાવસારએ અઢી મહિના પહેલાં જ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો છે. થોડા સમય પહેલાં જ તેણે સોશીયલ મીડિયામાં તસવીરો અપલોડ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Devaki (@rjdevaki)

હેપી ભાવસાર ગુજરાતી અભિનેતા મૌલિક નાયકના પત્ની હતા હેપી ભાવસારે અઢી મહિના પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. હેેપી ભાવસારની ટ્વિન્સ દીકરીઓનાં નામ ક્રિષ્ના અને ક્રિષન્વી છે. બે મહિનાની દીકરીઓને આમ મુકીને હેપ્પી ભાવસારે લીધેલી અચાનક વિદાયથી પરિવારજનો અને મિત્રો ઘેરા આઘાતમાં છે.

હેપી ભાવસારે ફિલ્મ ‘મહોતું’ અને ’21મું ટિફિન’ જેવી તેણે ઉત્તમ ફિલ્મો આપી છે. જ્યારે શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર અદા કરી તે ઘર ઘરમાં લોકપ્રિય થઇ ગઇ હતી. નાટકોમાં પણ તેણે ઉત્તમ કામ કર્યું છે. હેપી ભાવસાર રાગી જાની અને સૌનક વ્યાસ સાથે જાણીતા નાટક ‘પ્રિત પિયુને પાનેતર’ના 500થી વધુ શો કરી ચૂક્યા છે.

હેપી ભાવસાર અને ગુજરાતી સીરીયલ નાટકો અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે મૃતતુષણા જેવી જાણીતી ફિલ્મોમાં તેમના અભિનયને વખાણવામાં આવ્યો હતો. જોકે, હાલમાં તેમનું દુઃખદ અવસાન થયું છે. આ ઉપરાંત તેમણે મૃગતુષણા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું જેથી ગુજરાતી સિનેમામાં હેપી ભાવસાર વોઇસ વોર આર્ટિસ્ટ તરીકે લોકપ્રિય હતા શ્યામલી સિરિયલમાં લજ્જાનું પાત્ર ભજવીને તેઓ ઘરમાં લોકપ્રિય બન્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…